નવજીવન ન્યૂઝ. રાજકોટ: કોઈ પણ મહાનગરપાલિકાનું બોર્ડ સામાન્ય લોકોના પ્રશ્નો, ઘટતી સુવિધાઓ અને આગામી આયોજન માટે યોજાતું હોય છે. ત્યારે રાજકોટ મહાનગરપાલિકા (Rajkot Municipal Corporation) નું સામાન્ય બોર્ડ જરા પણ સામાન્ય જોવા મળતું નથી. કારણ કે અહીં સત્તા પક્ષની વિશાળ બહુમતી અને નહીંવત વિપક્ષની હાજરી વચ્ચે યોજાતી બોર્ડની મિટીંગમાં સામાન્ય લોકોના પ્રશ્નોના બદલે ઠઠ્ઠા મશ્કરી અને નકામા કહી શકાય તેવા નગરસેવકોના સવાલો જોવા મળ્યા હતા.
આજરોજ રાજકોટ મહાગનરપાલિકાનું જનરલ બોર્ડ મળ્યું હતું. આ જનરલ બોર્ડમાં કુલ પેન્ડિંગ અને તાજેતરમાં જ સ્ટેન્ડિંગ કમિટીના નિર્ણયો સહિત 17 દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. મહત્વની વાત છે કે જનરલ બોર્ડની શરૂઆત થતા જ વિપક્ષી નેતા અને નગરસેવક ભાનુબેન સોરાણીએ વૉકઆઉટ કર્યું હતું. વૉકઆઉટ કરતા ભાનુબેને મીડિયાને જણાવ્યું હતું કે ‘એક જ સવાલમાં કલાક સુધી ચર્ચાઓ કરે છે પણ જો બહાર નીકળે તો પ્રજાની પરેશાની દેખાયને !’
આ પણ વાંચો: રાજકોટ: ટ્રકના ચોરખાનામાંથી મોટી માત્રામાં દારૂ ઝડપાયો, પોલીસ મૂળ સુધી પહોંચશે કે કે કેમ ?
ભાનુબેન સોરાણીએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, બે મહિને બેઠક થાય છે પણ તેમાંય એકમાત્ર લાયબ્રેરીની ચર્ચા એક કલાક સુધી ચાલે છે. બીજા કોઈને બોલવાનો સમય નથી મળતો અને ભાજપના કોર્પોરેટરો લાઈબ્રેરીની જ ચર્ચા કર્યા કરે છે. હાલ શહેરમાં રોગચાળો વધી રહ્યો છે, પ્રજા બીમારીનો સમાનો કરે છે અને પીવાનું પાણી ગંદુ આવે છે પણ આવી બાબતોની ચર્ચા કરવામાં તેમને કોઈ રસ નથી. વળી અમે પ્રશ્નો રજૂ કરીએ તો તેને લેવામાં આવતા નથી માટે અમે વૉકઆઉટ કર્યું હતું.
મહત્વની વાત છે કેસ રાજકોટ મહાનગરપાલિકાના 4 મહિને મળેલા જનરલ બોર્ડમાં પ્રશ્નોત્તરી હાસ્યાસ્પદ રીતે ચાલી હતી. જેમાં લાયબ્રેરીમાં કેટલા લોકો આવ્યા, કેટલા પુસ્તકો છે તેવી બાબતો ચાલી હતી. આમ 17 પ્રશ્નો પુછવામાં આવ્યા હતા અને 1 કલાકનો સમય પૂર્ણ થયો હતો. ત્યારે નગરસેવકો રોગચાળો, શહેરના અધૂરા કામ, ટ્રાફિકની સમસ્યા, અને પાણી, ગટરની વાતો વિસરી ગયા હોય તેમ જણાયું હતું.
ઉલ્લેખનીય છે કે, ગત જનરલ બોર્ડમાં વિધાનસભાની ચૂંટણીને કારણે આચારસંહિતા હોય ઔપચારિકતા પુરતી કાર્યવાહી થઈ હતી. ત્યારે નગરસેવક વશરામ સાગઠિયા તેમજ કોમલબેન ભારાઈ કે જેઓ કોંગ્રેસનો હાથ છોડી આમ આદમી પાર્ટીમાં સામેલ થયા હતા. ત્યારે શહેરી વિકાસ વિભાગ દ્વારા તેમને ગેરલાયક ઠેરવતા સાગઠિયા મામલો લઈ કોર્ટમાં પહોંચ્યા છે. પરંતુ હજુ આ મામલે કોઈ નિર્ણય થયો નથી.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796