નવજીવન ન્યૂઝ. વડોદરાઃ શહેરમાં ટ્રાફીકની સમસ્યા ન સર્જાય તે માટે નો પાર્કિંગ ઝોનમાં પાર્ક કરેલા વાહનનો સામે ટ્રાફીક પોલીસ દ્વારા કાર્યવાહી કરવા કરવામાં આવતી હોય છે. જોકે કેટલાક કિસ્સાઓમાં વાહન ચાલકોને દંડનો મેમો ન આપીને કેટલાક કર્મીઓ સેટીંગ કરીને પૈસા પોતાના ખિસ્સામાં નાખતા હોય છે. ત્યારે એસીબી દ્વારા આ બાબતને લઈને ચેકીંગ કરવામાં આવતા તોડ-પાણી કરતાં બે ટ્રાફીક પોલીસ કર્મી (2 Traffic Policeman) ઝડપાઈ ગયા છે.
વડોદરા ACBના પોલીસ ઇન્સપેકટર એમ.કે. સ્વામીને (PI Mk Swami) માહિતી મળી હતી કે, વડોદરામાં ટ્રાફીકના પોલીસ કર્મચારીઓ નો પાર્કીંગ ઝોનમાં પાર્ક કરેલા ટુ વ્હીલર વાહનો ક્રેનમાં ચઢાવી ટોઇંગ સ્ટેશન ખાતે લઇ ગયા બાદ વાહન માલીકો પાસેથી દંડની પાવતી આપ્યા વગર 100થી 1000 રૂપિયા પડાવે છે. એસીબીને માહિતી મળતા ગઈકાલે એક વાહન સાથે સહકાર કેળવી નર્મદા ભુવન નો-પાર્કીંગ ઝોન ખાતે લાંચના ડીકોય છટકાનું આયોજન કરવામાં આવ્યું હતુ.
આ પણ વાંચો: રાજકોટમાં કડકડતી ઠંડીમાં ધોરણ 8ની બાળકીના મોત મામલે શાળા પર ગંભીર આક્ષેપ કરતા વાલી
આ દરમિયાન વાહન ટોઈંગ કરનાર વડોદરા શહેર ટ્રાફીક શાખાના એલઆરડી જયંતી કડવાભાઇ કટારા અને ભાવસીંગ ગોરધનભાઇ રાઠવા હેડ-કોન્સટેબ હાવનોને મોતીબાગ સ્ટેશન ખાતે લઈ ગયા હતા. પોલીસ કર્મીએ ડીકોયર પાસેથી વાહન છોડાવવા માટે 400 રૂપિયાની માગણી કરી હતી. એસીબીની હાજરીમાં પોલીસ કર્મી લાંચ લેતા ઝડપાઈ જતાં બંને પોલી કર્મી સામે ગુનો દાખલ કરીને કાર્યવાહી કરવામાં આવી છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796