નવજીવન ન્યૂઝ. ગાંધીનગરઃ ડૉક્ટર બનવામાં ભાષા અવરોધ ન બને તે માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા ગુજરાતી ભાષામાં મેડિકલનો અભ્યાસ કરી શકાય તે પ્રકારનું આયોજન સત્તાવાર જાહેર કર્યું છે. આગામી વર્ષથી ગુજરાતી ભાષામાં મેડિકલનો અભ્યાસ કરી શકાશે. જેથી હવે અંગ્રેજી સીવાય ગુજરાતી ભાષામાં પણ મેડિકલનો અભ્યાસ સંભવ બનશે તેવી શક્યતા જણાય છે.
રાજ્યમાં ખાનગી મેડિકલ ટેકનિકલ સહિતના અભ્યાસ ક્રમ પણ ગુજરાતી ભાષામાં થશે તેવી સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. કારણ કે અનેક વિદ્યાર્થીઓ અંગ્રેજી ભાષાના કારણે મેડિકલ સહિતના અભ્યાસમાં જઈ શકતા ન હતા. જેથી અભ્યાસમાં ભાષા નડતર રૂપ ન બને તે માટે નવી શિક્ષણ નીતિના ભાગરૂપે મેડિકલ સહિત ટેકનિકલના અન્ય અભ્યાસક્રમો ગુજરાતી ભાષામાં તૈયાર કરવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો: સરકારી કચેરીમાં કલેકટરની બર્થ ડે પાર્ટી મામલે મુખ્યમંત્રીને ફરિયાદ, જાગૃત નાગરિકે ઉઠાવ્યો મુદ્દો
આ અભ્યાસક્રમની રૂપરેખા તૈયાર કરવા માટે નિષ્ણાતોની એક સમિતિની રચના કરવામાં આવી છે. સાથે જ વિવિધ યુનિવર્સિટી નિષ્ણાતોને જે તે વિષયના ભાષાંતરની કામગીરી સોંપવામાં આવી છે. ગત વર્ષે સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે, વિદ્યાર્થીઓ ગુજરાતી ભાષામાં પણ અભ્યાસ કરી શકશે, જેની અમલવારી હવે આગામી વર્ષથી કરવામાં આવશે. નવી શિક્ષણ નીતીના ભાગરૂપે ગુજરાતી ભાષાનો ઉમેરો કરવામાં આવતા વિદ્યાર્થીઓને ફાયદો થશે કે નુકશાન તે હવે જોવાનું રહ્યું.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796