નવજીવન ન્યૂઝ.રાજકોટ: રાજકોટ(Rajkot)માં તાજેતરમાં જ દારૂ ભરેલો ટ્રક સ્ટેટ મોનિટરિંગ સેલ(SMC) દ્વારા ઝડપી લેવામાં આવ્યો હતો. ત્યારે સ્થાનિક પોલીસની ભૂમિકા પર સવાલો ઉઠ્યા હતા. ત્યારે ફરી એક વખત બામણબોર નજીકથી વધુ એક દારૂની ટ્રક પોલીસને હાથ લાગી છે. પરંતુ આ ટ્રક એરપોર્ટ પોલીસ સ્ટેશન (Rajkot Police)દ્વારા ઝડપી લેવામાં આવ્યો હતો જેથી સ્થાનિક પોલીસ કામગીરી કરી રહી હોય તેમ જણાય છે.

મહત્વની વાત છે કે, રાજકોટમાં સ્ટેટ મોનિટરિંગ સેલના અવારનવાર દારૂના જથ્થા પર દરોડા પડતા રહ્યા છે. ત્યારે સ્થાનિક પોલીસ ભીંસમાં કામ કરી રહી હોય તેમ દારૂ પકડવા નીકળી રહી છે. એવામાં રાજકોટ શહેર પોલીસના એરપોર્ટ પોલીસ સ્ટેશનને માહિતી મળી હતી કે ચોટીલા તરફથી વિદેશી દારૂનો ટ્રક આવી રહ્યો છે. જેથી પોલીસે વૉચ ગોઠવી બામણબોર નજીકથી દારૂ ભરેલી ટ્રકને ઝડપી લેવામાં આવી છે. પોલીસને હાથ લાગેલી દારૂ ભરેલી ટ્રકમાં એક ચોરખાનુ બનાવી દારૂ છુપાવાયેલો હતો.

આ મામલે એરપોર્ટ પોલીસ સ્ટેશને રાજસ્થાનના વતની ટ્રક ચાલક જેઠારામ હિરારામ જાખડ રહે, કલજીકી બેરી ગામની ધરપકડ કરી છે. આરોપીના ટ્રકમાંથી કુલ 385 પેટી દારૂ સહિત અને ટ્રક સહિત કુલ રૂપિયા 29 લાખ 71 હજાર કરતા વધારેની રકમ પોલીસે કબ્જે કરી છે. ત્યારે સવાલ પેદાથાય છે કે, રાજકોટ શહેર વિસ્તારમાંથી પકડાતો દારૂ કોના સુધી પહોંચવાનો હતો તે કોયડો કેમ ઉકેલાતો નથી ?

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








