Tuesday, July 28, 2026
HomeGeneralરાજકોટ: મશીનમાં દુપટ્ટો ફસાઈ જતા ફાંસો ગળે લાગ્યો, બે સંતાનો માતા વિહોણા...

રાજકોટ: મશીનમાં દુપટ્ટો ફસાઈ જતા ફાંસો ગળે લાગ્યો, બે સંતાનો માતા વિહોણા બન્યા

- Advertisement -

નવજીવન ન્યૂઝ.રાજકોટ: રાજકોટના કોઠારીયા રોડ ઉપર આવેલા મેઘાણીનગરમાં એક કરુણ ઘટના બની છે. જેમાં એક મહિલાના ઘરે દુપટ્ટાનો ફાંસો લાગી જતા એ મહિલાનું મોત નિપજયું છે. રૂ પીંજવાનું મશીનમાં તે મહિલાનો દુપટ્ટો ફસાઈ જતા તેનો ગાળીઓ મહિલાના ગળે લપેટાઈ ગયો હતો અને ફાંસો લાગી જતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. તેમના અવસાનને સાથે બે પુત્રોએ માતાની છત્રછાયા ગુમાવી હતી.


મેઘાણીનગર ખાતે રૂ પિંજવાનો ઓર્ડર આવ્યો હોવાથી પતિને મદદ કરવા રિદ્ધિ સિદ્ધિ સોસાયટીમાં રહેતા ૨૮ વર્ષીય રેશમાબહેન કાદરભાઈ પરમાર મેઘાણીનગર ગયા હતા. આ દરમિયાન રિક્ષામાં ફીટ કરેલા મશીને રૂ પિંજવાનું કામ ચાલુ હતું, ત્યારે રેશ્માબેનના ગળામાં રહેલો દુપટ્ટો મશીનમાં ફસાઇ ગયો અને અચાનક તેઓ ખેંચાઈ ગયા જેના કારણે તેમને ગળામાં ફાંસો લાગી ગયો હતો. તે પછી તેઓને બેભાન અવસ્થામાં સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા હતા. જ્યાં તેમણે અંતિમ શ્વાસ લેતા પરિવારના હૃદય પર વજ્રઘાત પડી હતી. પોલીસે તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી હતી રેશ્માબેનને સંતાનોમાં બે પુત્ર છે, એક ત્રણ વર્ષનો અને એક પાંચ વર્ષનો પુત્ર છે.

- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

- Advertisement -

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.

- Advertisement -




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular