Saturday, October 24, 2026
HomeGeneralઅમદાવાદ: ભત્રીજાએ ફોઈનું શુટ આઉટ કરવાની સોપારી આપી: શુટરને ગોળી છોડતા પહેલા...

અમદાવાદ: ભત્રીજાએ ફોઈનું શુટ આઉટ કરવાની સોપારી આપી: શુટરને ગોળી છોડતા પહેલા વિચાર આવ્યો સ્ત્રી ઉપર ગોળી કેવી રીતે ચલાવુ જાણો શુ બન્યુ

- Advertisement -

પ્રશાંત દયાળ (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): તા 30મી મેના રોજ રાત્રે એક લગ્ન પ્રસંગમાંથી નિકળી રીક્ષામાં જઈ રહેલી મહિલા મુનીરાબાનુ ઉપર અચાનક એક પછી એક ગોળી ચાલવા લાગી, જેમાંથી બે ગોળી મુનીરાબાનુને વાગી હતી. સદનસીબે ગંભીર રીતે ઘાયલ થવા છતાં તેમનો બચાવ થયો હતો. આ મામલે વેજલપુર પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો હતો, જો કે ગોળી કોણે ચલાવી અને શુ કામ ચલાવી તે મામલે પોલીસ ગુચવાઈ રહી હતી, કારણ જેમને ગોળી વાગી તે મુનીરાબાનુએ પોતાની માલિકીના પેટ્રોલ પંપ મુદ્દે ચાલી રહેલા વિવાદને કારણે તેમની હત્યાનો પ્રયાસ થયો હોવાની શંકા વ્યકત કરી હતી. વેજલપુર પોલીસ આ મામલે તમામ શંકાસ્પદોને લઈ આવી હતી પણ શુટર સુધી પહોંચે તેવી કોઈ નક્કર કડી પોલીસને હાથ લાગી ન્હોતી. આ ઘટના પછી સમાંતર રીતે ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સપેકટર નીખીલ બ્રહ્મભટ્ટ પોતાના સ્ટાફ સાથે તપાસ ચલાવી રહ્યા હતા.



ઈન્સપેકટર નિખીલ બ્રહ્મણભટ્ટે પોતાની સાથે રહેલા સબઈન્સપેકટર વિજય ભરવાડ અને કે એમ ચાવડાને સુચના આપી હતી, આ મામલે શંકાસ્પદ શોધવાને બદલે ખરેખર ગોળી ચલાવનાર શુટર કોણ છે તેની તપાસ કરવામાં આવે. જેના આધારે શરૂ થયેલી તપાસમાં ક્રાઈમ બ્રાન્ચે મુનીરાબાનુની પુછપરછ કરતા તેમણે જાણકારી આપી હતી કે બનાવના દિવસે તે એક લગ્ન પ્રસંગે લોંખડવાલા ફાર્મમાં ગયા હતા. જયાંથી તેઓ રીક્ષામાં ઘરે પરત આવી રહ્યા હતા ત્યારે કાદરી પ્લોટ પાસે એક બાઈક ઉપર આવેલા બે યુવકોએ તેમની ઉપર ગોળી ચલાવી હતી. આ માહીતીને આધારે પોલીસે અસંખ્ય સીસી ટીવી તપાસ્યા પણ ક્રાઈમ બ્રાન્ચને એક પણ બાઈક સવાર શંકાસ્પદ લાગ્યો નહીં, પરંતુ અનેક ફુટેઝમાં એક એકસેસ સ્કુટર ઉપર જઈ રહેલા બે યુવકો શંકાસ્પદ લાગ્યા હતા.

આમ ફરિયાદ કરતા કઈક જુદી જ હકિકત પોલીસ સામે આવી હતી. પોલીસે જેને શંકાસ્પદ માન્યુ હતું તે એકસેસ સ્કુટરને ટ્રેક કરતા તે સ્કુટર કાદરી ફાર્મથી સરખેજ તરફ ગયુ હતુ અને એક ઝુંપડપટ્ટી જેવા વિસ્તારમાં તે ફરી ટ્રેક થયુ હતું. જો કે ત્યાં સ્કુટરની પાછળ બેઠેલી વ્યકિત ઉતરી જાય છે અને સ્કુટર સવાર સરખેજ થઈ સાણંદ તરફ જતો નજરે પડતો હતો. આમ આ માહિતીને આધારે ક્રાઈમ બ્રાન્ચે તપાસને તેજ કરી જેમાં જે વ્યકિત સરખેજની ઝુપડપટ્ટીમાં ઉતરી ગયો તેના તરફ ધ્યાન કેન્દ્રીત કર્યુ તો દિવસોની મહેનત પછી એક નામ તેમની સામે આવ્યુ અસફાક મુલતાની. અત્યંત સામાન્ય સ્થિતિનો આ યુવાનને રડારમાં રાખી તપાસ શરૂ કરતા પોલીસને હાથ લાગેલા ફુટેઝ સાથે તે મેચ થતો હતો. અત્યંત વિઝયુલ હોવા છતાં ક્રાઈમ બ્રાન્ચની ટેકનીકલ ટીમની મહેનત રંગ લાવી અને તે સાણંદ તરફ સ્કુટર સવાર ગયો તેનું નામ શોહીલ દિવાન હોવાનુ પોલીસે શોધી કાઢયુ હતું.



આમ પોલીસ પાસે અશફાક અને શોહીલનું નામ સામે આવતા તેમને રાઉન્ડ અપ કરી ક્રાઈમ બ્રાન્ચ લાવતા તેઓ પોલીસનો તાપસ સહન કરી શક્યા નહીં, અસફાકે કબુલ્યુ કે મુનીરાબાનુ ઉપર તેણે જ ગોળી ચલાવી હતી. જે કામ તેને મુનીરાબાનુના સગા ભત્રીજા શોહીલખાન મલેકે જ આપી હતી. આ માહિતી મળતા મુરીરાબાનુના ભત્રીજા શોહીલખાનને પોલીસ લઈ આવી અને તેણે અસફાક અને શોહીલને જોતા અંદાજ આવી ગયો કે ભાંડો ફુટી ગયો છે. શોહીલખાને પોતાનો ગુનો કબુલી લેતા કારણ આપ્યુ કે ત્રણ વર્ષ પહેલા તેની સગી મોટી બહેનનો મોત નિપજયુ હતું, પોલીસના ચોપડે તેણે આત્મહત્યા કરી હતી પણ શાહીલખાન એવુ માનતો હતો તે તેની હત્યા થઈ છે અને હત્યા ફોઈ મુનીરાબાનુએ જ કરી હતી આથી તેણે ફોઈની હત્યા કરવાનું નક્કી કર્યુ હતું અને અસફાકને સોપારી આપી હતી.

- Advertisement -

પાંચ મહિના પહેલા એક દેશી પીસ્તોલ અને ટુકડે ટુકડે એક લાખ રૂપિયા અસફાકને આપ્યા હતા હત્યાને અંજામ મળે પછી બીજા ચાર લાખ આપવાનું વચન આપ્યુ હતું. ફોઈ લોંખડવાલા પાર્ટી પ્લોટમાં આવવાની છે તેવી માહિતી ખુદ શોહીલખાને અસફાકને માહિતી આપી હતી. અસફાકે કબુલ્યુ કે હત્યા માટે એક સ્કુટરની જરૂર હતી આથી તેણે પોતાના મિત્ર શોહીલ દિવાન જેની પાસે એકસેસ હતું તેને કહ્યુ કે એક ગોળીબાર કરવાનો છે જેમાં તારે સ્કુટર ચલાવવાનું છે જે કામ પેટે અસફાકે શોહીલને પાંચ હજાર રૂપિયા આપ્યા હતા. પાંચ હજાર જેવી મામુલી રકમ માટે દિવાન હત્યાના કામ માટે તૈયાર થયો. અસફાકે પહેલા લોખંડવાલા પાસે જ ગોળીબાર કરવાનો હતો પણ ત્યાં લોકોની ભીડ હોવાને કારણે તેણે ગોળી ચલાવી નહીં અને પછી રીક્ષાનો પીછો કરી ત્રણ ગાઉન્ડ ગોળી ચલાવી હતી.

અસફાકે કહ્યુ જ્યારે તે રીક્ષાની નજીક પહોંચ્યો ત્યારે એક મિનીટ માટે વિચાર આવ્યો કે કોઈ સ્ત્રી ઉપર કેવી રીતે ગોળી ચલાવી શકાય એટલે તેણે પેટના નીચેના ભાગે ગોળી મારી હતી. ક્રાઈમ બ્રાન્ચે આ કબુલાત આધારે શોહીલખાન-અસફાક અને શોહીલની ધરપકડ કરી વેજલપુર પોલીસને આરોપીઓ સોંપી દીધા છે.


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

- Advertisement -

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

- Advertisement -

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular