Saturday, May 18, 2024
HomeGujaratRajkotઉપલેટામાં ભરબજારે ખેલાયો અંધાધૂંધ 8 રાઉન્ડ ફાયરિંગનો ખેલ, 3 વ્યક્તિ ઈજાગ્રસ્ત

ઉપલેટામાં ભરબજારે ખેલાયો અંધાધૂંધ 8 રાઉન્ડ ફાયરિંગનો ખેલ, 3 વ્યક્તિ ઈજાગ્રસ્ત

- Advertisement -

નવજીવન ન્યૂઝ.ઉપલેટા: Upleta Firing: સામાન્ય બોલાચાલી માણસના મગજમાં એટલી હદે ઘર કરી જાય છે કે, તે મોટા ઝઘડાં કે ખૂનખરાબા જેવા પરિણામો પર લાવીને મૂકી દે છે. ત્યારે રાજકોટના (Rajkot) ઉપલેટામાંથી (Upleta) પણ આવી જ એક ઘટના સામે આવી છે જેમાં સામાન્ય બોલાચાલીએ જૂથ અથડામણનું (Group Clash) રૂપ ઘારણ કરી લેતા અંધાધૂંધ 8 ફાયરિંગ (firing) થયુ હતું. જેમાં 3 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

પ્રાપ્ત વિગતો અનુસાર, ઉપલેટાના પંચહાટડી ચોકમાંથી આ ઘટના બનવા પામી હતી. જ્યાં આજે વહેલી સવારના બે જૂથ સામસામે આવી જતાં 8 રાઉન્ડ અંધાધૂંધ ફાયરિંગ થયુ હતુ. જેના કારણે દુકાનદારોએ ગભરાઈને દુકાનોના શટરો ટપોટપ બંધ કરી દીધા હતાં. ફાયરિંગના ધડાકા સાંભળીને લોકોમાં નાસભાગ મચી હતી. આ ઘટનામાં જાવેદ સંઘવાણી મેમણ, અહમદ અલી સમા અને ઈરફાન લંબાને ગોળી વાગતાં ઉપલેટાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે એકને સામાન્ય ઈજા થતા તેને સ્થળ પર જ પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.

- Advertisement -

જૂથ અથડામણની આ ઘટનાની જાણ થતાં પીઆઈ કે.કે.જાડેજા પોલીસ કાફલા સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી અને પુછપરછ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, સામાન્ય બોલાચાલીની જૂની અદાવત અને જમીનના ઝઘડામાં બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. મામલો બિચકતા અંધાધૂંધ ગોળીબાર થયો હતો. ફાયરિંગ કરનારા પાસે બે હથિયાર હતાં. ત્યારે સુરક્ષાના ભાગરૂપે અને ખોટી અફવાઓને રોકવા પોલીસે વિસ્તારના બજારો બંધ કરાવી દીધા છે. ફરીથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત બંદોબસ્ત સાથે પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે. ઈજાગ્રસ્તોનું નિવેદન નોંધીને આગળની કાર્યવાહી માટે તજવીજ હાથ ધરી છે.

TAG: Upleta Firing News, Clash in Upleta, Rajkot Crime News

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular