Monday, September 9, 2024
HomeGujaratAhmedabadઅમદાવાદના ગીતામંદિર બસસ્ટેન્ડ પાસે નકલી PSI બની પૈસા પડાવતા શખ્સની ધરપકડ

અમદાવાદના ગીતામંદિર બસસ્ટેન્ડ પાસે નકલી PSI બની પૈસા પડાવતા શખ્સની ધરપકડ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: Ahmedabad Fake PSI: અમદાવાદમાં (Ahemdabad) વધુ એકવાર નકલી પોલીસ (Fake PSI) બની રૌફ જમાવતા શખ્સની ઘટના પ્રકાશમાં આવી છે. શહેરના ગીતામંદિર બસ સ્ટેશન પાસે “હું વિસ્તારમાં નવો PSI છું” તેવું કહી ખાખી સાથે રૌફ જમાવી લોકો પાસેથી પૈસા પડાવતા નકલી પોલીસનો પર્દાફાશ થયો છે. કાગડાપીઠ પોલીસે (Ahmedabad Police) નકલી પોલીસની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદના ભરચક એવા ગીતામંદિર બસ સ્ટેન્ડ પાસે 13 એપ્રિલની આસપાસ રાત્રે 10.00 વાગ્યાના અરસામાં એક શખ્સ છેલ્લાં બે દિવસથી “હું વિસ્તારમાં નવો PSI છું” તેમ કહી રૌફ જમાવી દુકાનદારો, રિક્ષાચાલકોને હેરાન કરી, પૈસા પડાવતો હતો. પોતાની ઓળખ પોલીસ સબ ઇન્સપેકટર તરીકે આપતો હતો. જે અંગે વેપારીઓએ સમ્રગ ઘટનાની જાણ કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં કરી હરતી. કાગડાપીઠ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સપેકટર અને તેમની ટીમે વોચ ગોઠવી હતી. જયારે નકલી પોલીસ ખાખી સાથે સ્ટેન્ડ પાસે આવ્યો તે દરમિયાન તેને દબોચી પાડવામાં આવ્યો હતો. તેની પૂછપરછ કરાતા તેનું નામ અશોકકુમાર ભેમા ચૌધરી તરીકે જણાવ્યું હતું. જે બનાસકાંઠાનો વતની છે અને અમદાવાદમાં પોલીસની બે સ્ટારવાળી ખાખી વર્દી પહેરી, ખોટી ઓળખ આપી, લોકોને ડરાવી-ધમકાવી પૈસા પડાવતો હતો. પોલીસે તેની ચોક્કસ બાતમીના આધારે તેને દબોચી પાડ્યો હતો. કાગડાપીઠ પોલીસે તેની સામે નકલી PSI બની પૈસા પડાવાના મામલે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -

પોલીસ પુછપરછમાં અનેક ખુલાસા થયા છે. તે અગાઉ પણ આ પ્રકારે નકલી પોલીસની ઓળખ આપવાના કેસમાં પકડાઈ ચુક્યો છે. બનાસકાંઠા તેમજ અમદાવાદ સાબરમતી રેલ્વે સ્ટેશન ખાતે પણ તેના સામે નકલી પોલીસ અંગેના કેસ દાખલ છે. પોલીસના જણાવ્યા અનુસાર આરોપી મોજ-શૌખ પૂરા કરવા આ પ્રકારની ઘટનાને અંજામ આપતો હતો.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular