નવજીવન ન્યૂઝ. દિલ્હી: Shraddha murder case: દિલ્હીના છત્તરપુર વિસ્તારમાં થયેલી દેશની મોટી ઘાતક અને હ્રદય હચમચાવી નાંખનારી ચકચારી શ્રદ્ધા હત્યાકાંડની ઘટનાને લઈ આજે કોર્ટમાં (Delhi Court) સુનાવણી હાથ ઘરાઈ હતી. જેમાં 2 મોટી વાત સામે આવી છે.
દિલ્હીના ઘાતકી શ્રદ્ધા હત્યાકાંડમાં કોર્ટ સુનાવણીનો દોર યથાવત છે. શ્રદ્ધાના પિતાએ પણ આ કેસને લઈ કોર્ટમાં એક અરજી દાખલ કરી હતી.જેને લઈને આજરોજ સુનાવણી ચાલી હતી. ત્યારે વકીલોની દલીલોને ગ્રાહ્ય રાખીને 29 એપ્રિલે આરોપી આફતાબ પૂનાવાલાની સામે આરોપો નક્કી કરવાનો ઠરાવ રજૂ કર્યો છે. આરોપો નક્કી થયા બાદ તે પ્રમાણે આફતાબ પૂનાવાલાને દોષી ઠેરવવામાં આવશે.
તો આ તરફ મૃતક શ્રદ્ધાના પિતાએ કોર્ટમાં દીકરીના અસ્થિ લેવા માટેની અરજી દાખલ કરી હતી. અરજી પર સુનાવણી થતાં દીકરીના અસ્થિ લેવા માટેની કોર્ટ પાસે મંજૂરી માંગી હતી. શ્રદ્ધાના પિતાએ કહ્યું હતું કે તેમને તેમની દીકરીના અસ્થિ લેવાની મંજૂરી આપવામાં આવે જેથી કરીને તેઓ શ્રદ્ધાની અંતિમવિધિ કરી શકે.
ઉલ્લેખનીય છે કે,મે 2022માં આફતાબ અમીન પૂનાવાલાએ તેની 26 વર્ષીય લીવ ઈન પાર્ટનર શ્રદ્ધા વોકરની હત્યા કરી હતી. 18 મેના રોજ ઉગ્ર ઝગડ બાદ આફતાબે શ્રદ્ધાનું ગળું દબાવીને શ્રદ્ધાની હત્યા કરી તેના શરીરના 35 ટુકડા કરી નાખ્યા હતા. આ પછી, ટુકડાઓને 18 દિવસ સુધી મેહરૌલીના જંગલોમાં ફેંકી દેતો હતો. શ્રદ્ધાના ગુમ થયાની પિતાની ફરિયાદ બાદ આ મામલો છ મહિના બાદ ઉઘાડો પડ્યો હતો. આરોપીએ શ્રદ્ધાના 35 ટુકડા કરી જંગલમાં નાંખ્યાની અને માથું સળગાવી દેવાની કબૂલાત કરી હતી. જે કેસને લઈને સુનાવણી ચાલી રહી છે. ત્યારે હવે આજની સુનાવણી બાદ આરોપીનો આરોપ સાબિત થયા બાદ કોર્ટ તેને સજા ફટકારશે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








