Thursday, March 28, 2024
HomeGujaratRajkotરાજકોટ ક્રાઈમ બ્રાન્ચે હાઈડ્રોલીક જેકની ચોરી કરતાં બે વ્યક્તિને દબોચ્યા

રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે હાઈડ્રોલીક જેકની ચોરી કરતાં બે વ્યક્તિને દબોચ્યા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. રાજકોટઃ રાજકોટમાં ચોરી કરતી ગેંગ જાણે પોલીસને ખુલ્લો પડકાર ફેંકી રહી હોય તે પ્રકારે ગુના આચરી રહી છે. જોકે પોલીસે પણ આવી ટોળકીઓ સામે કાર્યવાહી કરીને શહેરમાં થતાં ચોરીના બનાવોને અટકાવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. તેવામાં રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા બે ચોરની ઝડપી પાડવામાં આવ્યા છે. આ બંને વ્યક્તિઓ હાઈડ્રોલીક જેકની ચોરી કરતાં હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

રાજોકટ શહેર પોલીસ કમિશ્નર દ્વારા રાજકોટના શહેર વિસ્તારમાં પેટ્રોલીંગ કરીને મિલ્કત સંબંધી બનાવો અટકાવા માટે કામગીરી કરવા માટે સુચના આપવામાં આવી હતી. જે અનુસધાને ક્રાઈમ બ્રાન્ચ પોલીસ ઈન્સપેક્ટર વાય.બી.જાડેજાએ માર્ગદર્શન આપતા ક્રાઈમ બ્રાન્ચના પોલીસ સબ ઈનસ્પેક્ટર એન.ડી.ડામોરની ટીમ પેટ્રોલીંગમાં કરી રહી હતી.

- Advertisement -

આ દરમિયાન માહિતી મળી હતી કે, ગોંડલ રોડ ખાતે બે લોકો ચોરીના મુદ્દામાલ સાથે પસાર થઈ રહ્યા છે. માહિતીના આધારે પોલીસ તપાસ કરતાં ઘટના સ્થળ પરથી વિજય ઉધરેજીયા અને કિરણ ઉધરેજીયા મળી આવ્યા હતા. જેમની પાસેથીમ હાઈડ્રોલીક જેક 13નંગ અને એક ઈલેક્ટ્રીક મોટર મળી આવી હતી. પોલીસ તપાસમાં આ મુદ્દામાલ ચોરીનો હોવાનું સામે આવ્યું હતું. આ બંને વ્યક્તિઓ પાસેથી પોલીસે કુલ રૂપિયા 53 હજારનો મુદ્દામાલ જપ્ત કરીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular