Saturday, May 23, 2026
HomeGeneralમોરબી LCBએ બુટલેગરના મનસૂબા બનાવ્યા નિષ્ફળ! લાખો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી...

મોરબી LCBએ બુટલેગરના મનસૂબા બનાવ્યા નિષ્ફળ! લાખો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો

- Advertisement -

નવજીવન ન્ચૂઝ. મોરબી: ગુજરાતમાં દારૂબંધીની જે સ્થિતિ છે તે માત્ર કાગળ પર જ છે. દિવસેને દિવસે બુટલેગરો ગુજરાતમાં અવનવી રીતે દારૂ લઈ આવે છે અને વેચે છે. આવી જ રીતે લાખો રૂપિયાનો દારૂ રાજકોટ (Rajkot) પહોંચે તે પહેલા જ મોરબી (Morbi) LCBએ દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. સાથે જ ટ્રક ચાલક અને ક્લીનરની ધરપકડ કરીને પૂછપરછ કરવામાં આવી રહી છે કે, આ દારૂનો જથ્થો કોણે મગાવ્યો હતો અને કોણે મોકલવ્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ, મોરબી LCBના પોલીસ ઇન્સેપકટર ડી. એમ. ઢોલ પોતાની ટીમ સાથે રાત્રિેના સમયે વાહનોનું ચેકિંગમાં કરી રહ્યા હતા. તે દરમિયાન પોલીસ ઇન્સ્પેકટર ડી. એમ. ઢોલને બાતમી મળી હતી કે, અમદાવાદથી એક બંધ બોડીનું ક્ન્ટેનર રાજકોટ તરફ દારૂનો મોટો જથ્થો લઈ જઈ રહ્યું છે. જેનો નંબર RF14 GF 2902 છે. બાતમીના અધારે પોલીસે વાકાંનેર બાઉન્ડ્રી ટોલનાકા પાસે વોચ ગોઠવી હતી. બાતમીવાળું કન્ટેનર આવતા અટકાવી તપાસ કરતા કન્ટેનરની અંદર માલસમાનની આડમાં વિદેશી દારૂની 925 પેટી અને 5400 નંગ અલગ બ્રાન્ડનો દારૂ અને ટીન મળી આવ્યા હતા.

- Advertisement -

પોલીસે ભેરરામ બિશ્નોઈ અને ગોપલ બિશ્રોઈ નામના બે આરોપીની ધરપકડ કરી છે. પોલીસે દારૂ સહિત 51 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી આરોપી સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસ આરોપીઓની પૂછપરછ કરીને આ દારૂનો જથ્થો કોણે મગાવ્યો હતો અને કોણે મોકલવ્યો હતો તે દિશામાં તપાસ કરી રહી છે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular