Saturday, May 23, 2026
HomeGujaratBhavnagarBhavnagar : જુગારની રેડ કરાવી હોવાની શંકા રાખી ત્રણ શખસો છરી લઈને...

Bhavnagar : જુગારની રેડ કરાવી હોવાની શંકા રાખી ત્રણ શખસો છરી લઈને યુવક પાછળ દોડ્યા

- Advertisement -

નવજીવન ન્યૂઝ, ભાવનગર : જુગારની બાતમી પોલીસને આપી હોવાની શંકા રાખીને ત્રણ શખસોએ એક યુવકને રસ્તામાં આંતરી, ગડદાપાટુનો માર મારી (Attack on youth in Bhavnagar) ચપ્પુ બતાવી મારી નાંખવાની ધમકી આપી છે. આ મામલે ઘોઘા રોડ પોલીસ સ્ટેશન (Ghogha Road Police Station) ખાતે ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીઓને ઝડપી લેવા તજવીજ આરંભી છે.

ભાવનગર શહેરના ખેડૂતવાસ વિસ્તારમાં આવેલા મફતનગરમાં રહેતા અને સેન્ટિંગ કામ કરતા સાગર રમેશભાઈ વાજા ગઈકાલે ગુરૂવારની બપોરે મિત્રો રામ બારૈયા તથા નીતિન ગોહેલ સાથે મોટરસાયકલ પર કામ પતાવીને ઘરે પરત ફરી રહ્યા હતા. આ સમયે ખેડૂતવાસ વિસ્તારમાં રોહિત રાઠોડ ઉર્ફે બોમ્બે તેનું બાઈક રસ્તામાં લાવી દઈ વાહન આંતરી ગાળો બોલાવા લાગ્યો હતો. સાગર વાજાએ ગાળો બોલવાની ના પાડતા મામલો બિચક્યો હતો. ​ઝઘડો ઉગ્ર બનતા ત્યાં હાજર અવિનાશ કેશાભાઈ ચુડાસમાએ સાગરને મોટરસાયકલ પરથી નીચે પાડી દીધા હતા અને રોહિત તથા અવિનાશે ભેગા મળીને તેમને ગડદાપાટુનો માર માર્યો હતો. આ દરમિયાન કૃણાલ કેશાભાઈ ચુડાસમા પણ ત્યાં ધસી આવ્યા હતા અને તેમણે સાગરને છરી બતાવીને ધમકી આપી હતી. અત્રે નોંધનીય છે કે, બે-ત્રણ દિવસ પહેલાં કૃણાલના ઘરે રેડ કરી પોલીસે જુગાર પકડાયો હતો.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular