Sunday, October 11, 2026
HomeGujaratભરતીમાં કૌભાંડ! સુરત પોલીસે ઝડપ્યું પરીક્ષામાં ગેરરીતિનું રેકેટ

ભરતીમાં કૌભાંડ! સુરત પોલીસે ઝડપ્યું પરીક્ષામાં ગેરરીતિનું રેકેટ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. સુરત: ગુજરાતમાં ડમીકાંડના પડઘમ શમ્યા નથી ત્યાં ફરી પરીક્ષાની ગેરરીતિનો પર્દાફાશ થયો છે. જેમાં સુરત ક્રાઈમ બ્રાન્ચને વીજ કંપનીની ઓનલાઈન પરીક્ષામાં ગેરરીતિ થતી હોવાની માહિતી મળતા સમગ્ર કારસ્તાનનો પર્દાફાશ કર્યો છે.

સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વીજ કંપનીની પરીક્ષામાં ગેરરીતિનો પર્દાફાશ કરવામાં આવતા હડકંપ મચી ગયો છે. સુરત ક્રાઈમ બ્રાન્ચે (Surat Crime Branch) વીજ કંપની (Gujarat electricity)ની ઓનલાઈન પરીક્ષામાં ગેરરીતિ આચરતા 11 શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી 2 આરોપીની ધરપકડ કરી છે. બીજી તરફ ક્રાઈમ બ્રાન્ચના DCP રૂપલ સોલંકી (DCP Rupal Solanki) દ્વારા મામલાની ઉંડી તપાસ હાથ ધરવામાં આવી છે.

- Advertisement -

આજરોજ સુરત ક્રાઈમ બ્રાન્ચના ડી.સી.પી. રૂપલ સોલંકી દ્વારા આ મામલે પત્રકાર પરિષદ યોજી માહિતી આપવામાં આવી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, સુરત ક્રાઈમ બ્રાન્ચના પી.આઈ. આ મામલાના ફરિયાદી બન્યા છે. જ્યારે બે આરોપી ઈન્દ્રવદન પરમાર અને ઓવેશ કાપડીયાની ધરપકડ કરવામાં આવી છે. જે આરોપી સહિત કુલ 11 વ્યક્તિ વિરૂધ્ધ પરીક્ષામાં ગેરરીતિ કરવાના આરોપ સબબ ગુનો નોંધવામાં આવ્યો છે. જે પરીક્ષામાં ગેરરીતિ આચરવામાં આવી હતી તે વર્ષ 2021-2022માં યોજાઈ હતી અને રાજ્યા વિવિધ સેન્ટર પરથી લેવામાં આવી હતી. આ કાંડમાં માત્ર સુરતથી જ નહીં પણ અમદાવાદ અને વડોદરામાં પણ ગેરરીતિ થઈ હોવાની માહિતી મળી છે. જેમાં બે પરીક્ષા કેન્દ્રો પર ગેરરીતિ આચરવામાં આવી હતી.

સોલંકીએ ઉમેર્યું હતું કે આ કેસમાં આરોપી અનિકેત ભટ્ટ અને ભાસ્કર ચૌધરી હજુ પણ વૉન્ટેડ હોય પોલીસ તેની શોધખોળ કરી રહી છે. જે બંને આરોપીઓ ઉમેદવારોનો અગાઉથી સંપર્ક કરતા હતા. આમ પોલીસ હજુ તપાસ કરી રહી છે આ ટોળકી દ્વારા કેટલા લાભાર્થીઓનો સંપર્ક કરવામાં આવ્યો હતો. હાલ ઝડપાયેલા બે આરોપીની પુછપરછ ચાલી રહી છે જેમાં નવા ખુલાસા થાય તેવી સંભાવના રહેલી છે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular