નવજીવન ન્યૂઝ. રાજકોટઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી યુવાનોને હાર્ટ એટેક આવતા મૃત્યુ થઈ રહ્યા હોવાના કિસ્સા સામે આવી રહ્યા છે. ક્રિકેટ રમતાં, જીમમાં કસરત કરતાં, વાહન ચલાવતા કે અન્ય રીતે એક બાદ એક હાર્ટ એટેકના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે આજે રાજકોટમાં (Rajkot) વધુ એક કિસ્સો સામે આવ્યો છે, ધોરણ 10માં અભ્યાસ કરતાં એક વિદ્યાર્થીને (Student) હાર્ટ એટેક (Heart Attack) આવતા મૃત્યુ થયું છે. વિદ્યાર્થી શાળાના કાર્યક્રમ માટે સ્ટેજ પર હાજર હતો, તે દરમિયાન અચાનક ઢળી પડ્યો હતો. જોકે સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવે તે પહેલા જ વિદ્યાર્થીનું મૃત્યુ થયું હતું. આટલી નાની ઉંમરમાં એકના એક પુત્રનું મૃત્યુ થતાં પરિવાર પર આભ ફાટ્યું હોય તેવી પરિસ્થીતી સર્જાઈ હતી.
આજે ગુરુપુર્ણિમા હોવાથી ગુજરાતની અનેક શાળા અને કોલેજમાં તેની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે રાજકોટ-ગોંડલ હાઈવે પર રીબડા સ્વામિનારાયણ ગુરૂકુળ ખાતે પણ ગુરૂપુર્ણિમાની ઉજવણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ શરૂ થાય તે પહેલા ખુશીનો માહોલ માતમમાં ફેરવાઈ ગયો હતો. કાર્યક્રમની શરૂઆત પહેલા ત્રણ વિદ્યાર્થીઓ સ્ટેજ પર પોડિયમ ઉપાડીને બાજુ પર મુકીને કાર્યક્રમની તમામ તૈયારીઓ કરી રહ્યા હતા. તે દરમિયાન એક વિદ્યાર્થીને છાતીમાં દુખાવો અને તે ઉપડ્યો સ્ટેજ પર જ ઢળી પડ્યો હતો. જેથી વિદ્યાર્થીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેને સારાવાર મળે તે પહેલા જ ફરજ પરના તબીબે વિદ્યાર્થીને મૃત જાહેર કર્યો હતો.
મૃતક વિદ્યાર્થીનું નામ દેવાંશ ભાયાણી છે, જે રાજકોટના ધોરાજીનો રહેવાસી છે. દેવાંશના પિતા વીંટુભાઈ ભાયાણી ધોરાજીમાં પોલિમર પ્લાસ્ટિક પાઈપ બનાવાનું કારખાનું ધરાવે છે. આજે પરિવારમાં એકના એક દિકરાનું મૃત્યુ થતાં ભાયાણી પરિવાર પર આભ ફાટી પડ્યું હતું. હાલ દેવાંશના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ મૃત્યુનું સાચુ કારણ સામે આવી શકે છે. રાજકોટ સિવિલ હોસ્પિટલના તબીબે દેવાશંના મૃત્યુ અંગે પ્રાથમિક તારણ જણાવતા કહ્યું હતું કે, દેવાંશને અગાઉથી જ હૃદયની બીમારી હોઈ શકે છે. સામાન્ય યુવાન કરતા દેવાંશના હૃદયનું વજન બમણું જોવા મળ્યું હતું. આજે એકાએક હૃદયનો ભાર વધી જતાં હાર્ટ એટેક આવ્યો હોવાનું પ્રાથમિક તારણ છે. જોકે વિદ્યાર્થીના મૃત્યુ પાછળનું સાચુ કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ સામે આવશે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796