નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદ પોલીસ (Ahmedabad Police) દ્વારા શહેરમાં રાત્રિ દરમિયાન થતાં અપરાધોને અટકાવવા માટે નાઈટ પેટ્રોલીંગ કરવામાં આવતું હોય છે. પરંતુ ઘણી વાર એવા અનેક કિસ્સા બન્યા છે, જેમાં આરોપીઓ નહીં પણ પોલીસ રાત્રિ દરમિયાન વેપારીઓને હેરાન કરતી હોય છે. નિકોલ પોલીસ સ્ટેશન (Nikol Police Station) વિસ્તારમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં નિકોલ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્કવોર્ડના PSIએ વેપારીઓને હેરાન કર્યા હોવાનો આક્ષેપ સામે આવતા ઝોન 5ના DCP બળદેવ દેસાઇએ PSI જે. એલ. સિસોદિયાને સસ્પેન્ડ કર્યા હોવાના અહેવાલો હાલ સામે આવી રહ્યા છે. આ ઉપરાંત અન્ય 2 પોલીસકર્મીઓની બદલી પણ કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ગઈકાલે રાત્રે 12 વાગ્યાના અરસામાં અમદાવાદના (Ahmedabad) નિકોલ વિસ્તારમાં સર્વલન્સ સ્કવોર્ડના PSI જે. એલ. સિસોદિયા તેમની ટીમ સાથે પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન રિંગરોડ પર આવેલી સુપ્રિયા હોટેલ-2ની બાજુમાં ખાણીપીણી માર્કેટ PSIએ બંધ કરાવતા વેપારી અને પોલીસકર્મીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. જે બાદ વેપારીને પોલીસ નિકોલ પોલીસ સ્ટેશન ખાતે લઈ આવી હતી. પોલીસકર્મીઓ સાથે તકરાર મામલે નિકોલ પોલીસ સ્ટેશન ઈન્સેપકટર કે. ડી. જાટે કાર્યવાહી કરતા આ ઘટનાની જાણ જે પ્લોટમાં ખાણીપીણીનો માર્કેટ ચાલતો હતો તે નેતાને થઈ હતી. જેના પગલે તેઓ પણ રાત્રિના સમયે પોલીસ મથકે દોડી આવ્યા હતા. વેપારી સામે કાર્યવાહી થતાં તેઓ ઉશ્કેરાયા હતા અને આ બાબતે ઉચ્ચ અધિકારીને રજૂઆત કરી હતી.
નિકોલ સર્વલન્સ સ્કોડના PSI સામે વેપારીએ આક્ષેપ લગાવતા કહ્યું હતું કે, તેમણે માર્કેટમાં આવી વેપારી સાથે બોલાચાલી કરી હતી અને ગેરવર્તૂણંક કરી હતી. જેને લઈ સ્થાનિક નેતાને જાણ કરાતા તેઓ પણ પોલીસ મથકે દોડી આવ્યા હતા અને DCPને રજૂઆત કરતા ઝોન 5ના DCP બળદેવ દેસાઈએ નિકોલ સર્વલન્સ સ્કોડના PSI જે. એલ. સિસોદિયાને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યા છે, તેમજ અન્ય બે પોલીસ કર્મચારીઓની પણ સજાના ભાગરૂપે K કંપનીમાં બદલી કરી દેવામાં આવી છે.
PSI સહિત પોલીસ કર્મચારી અને વેપારી વચ્ચે થયેલા ઘર્ષણના દૃશ્યો પણ CCTV કેમેરામાં કેદ થયા હતા. જે બાદ DCPએ પુરાવાના આધારે પોલીસકર્મીઓ સામે કાર્યવાહી કરી છે અને ભવિષ્યમાં આ પ્રકારે કોઈ અન્ય પોલીસ કર્મચારી પ્રજા સાથે ન કરે તે માટે દાખલો પણ બેસાડ્યો છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796