Monday, February 17, 2025
HomeGujaratAhmedabadઅમદાવાદમાં મધરાત્રે ખેલાયો ખૂની ખેલ, જૂની અદાવતમાં યુવકની થઈ હત્યા

અમદાવાદમાં મધરાત્રે ખેલાયો ખૂની ખેલ, જૂની અદાવતમાં યુવકની થઈ હત્યા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદમાં (Ahmedabad) આરોપીઓને જાણે પોલીસનો કોઈ દર જ ન હોય તેમ રોજબરોજ અલગ અલગ ગુનાઓને અંજામ આપી રહ્યા છે. લૂંટ અને ચોરીની સાથે હવે હત્યાની ઘટનાઓ પણ સામાન્ય બની હોય તેમ હત્યાઓ થઈ રહી છે. ત્યારે અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. અગાઉના ઝગડાનું સમાધાન કરવા આવેલા યુવકની આરોપીઓએ હત્યા કરી હતી, આ ઘટનાની જાણ થતાં અમરાઈવાડી પોલીસે (Amraiwadi Police) ગુનો નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.

બનાવની મળતી વિગતો મુજબ, ગોમતીપુરના રોણછોડપરાની ચાલીમાં રહેતો હિતેન્દ્ર મકવાણા જૂના ઝઘડાનું સમાધાન કરવા આરોપીઓ પાસે ગઈકાલે મધરાત્રે 1 વાગ્યાના અરસામાં અમરાઈવાડીના જોગમાયાનગર વિસ્તારમાં ગયો હતો. પરંતુ આરોપીઓએ જૂના ઝઘડાની અદાવત રાખી સમાધાન કરવાના બહાને હિતેન્દ્ર મકવાણાને અવાવરૂ જગ્યા પર બોલાવી પહેલાથી જ હત્યા કરવાના પ્લાન સાથે આરોપી સંજ્ય ઉર્ફે કાળુ ચોટી અને તેનો સાગરિત દિપકે યુવક કંઈ સમજે તે પહેલા લાકડા અને છરી લઈ તૂટી પડ્યા હતા, જેના કારણે યુવકને ગંભીર ઈજાઓ પહોંચતા ઘટનાસ્થળે જ તેનું મોત નિપજ્યું હતું. હત્યાની ઘટના અંજામ આપ્યા બાદ આરોપી ત્યાંથી ફરાર થઈ ગયા હતા.

- Advertisement -

તેમજ રાત્રિના સમયમાં જાહેર રસ્તા પરથી પસાર થતાં રાહદારી લોહીલુહાણ હાલતમાં મૃત પડેલા યુવકને જોતા પોલીસને જાણ કરી હતી. જેને લઈ અમરાઈવાડી પોલીસનો કાફલો ઘટનાસ્થળે દો઼ડી આવ્યો હતો. યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે અસારવા સિવિલ હોસ્પિટલ ખેસડવામાં આવ્યો હતો. પોલીસ તપાસમાં હત્યા કરનારા આરોપીઓની ઓળખ થઈ ચૂકી છે. જેમાં જોગમાયાનગરમાં રહેતા સંજય ઉર્ફે ચોટી અને દિપક નામના આરોપી હોવાનું સામે આવ્યું છે, જે હાલ ફરાર છે. અમરાઈવાડી પોલીસે બંને આરોપી સામે હત્યાનો ગુનો નોંધી ઝડપી પાડવા તપાસના ચક્રોગતિમાન કર્યા છે.

Tag: Ahmedabad Crime News Today

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular