નવજીવન ન્યૂઝ. દૌસા(રાજસ્થાન): દેશમાં દુષ્કર્મ અને હત્યાની અનેક ઘટનાઓ સામે આવે છે. પોલીસ તંત્રની જવાબદારી છે કે, આવા લોકોથી લોકોનું રક્ષણ કરે. પણ જ્યારે રક્ષકરૂપી પોલીસ જ ભક્ષક બને ત્યારે લોકોનું રક્ષણ કોણ કરશે તે સવાલ ઊભો થાય છે. ત્યારે રાજસ્થાનમાં પોલીસ સબ ઈન્સ્પેકટર દ્વારા 7 વેષની બાળકી પર દુષ્કર્મ કરવાના સમાચાર સામે આવી રહ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, રાજસ્થાનના દૌસામાં આવેલા રાહુવાસ વિસ્તારમાં ચૂંટણી પર ફરજ બજાવી રહેલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ભૂપેન્દ્રસિંહે 7 વર્ષની બાળકીને 50 રૂપિયાની લાલચ આપી હતી. બાળકીને 50 રૂપિયાની લાલચ આપીને કોઈ અવાવરું જગ્યા પર લઈ ગયો હતો અને બાળકી સાથે દુષ્કર્મ કરીને બાળકીને છોડી દીધી હતી. જ્યારે બાળકીએ તેના પરિવારને આ બાબતે વાત કરી ત્યારે બાળકીનો પરિવાર ફરિયાદ નોંધાવવા પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. ત્યાં પોલીસ સ્ટેશન પર હાજર પોલીસ કર્મચારીઓએ બાળકીના માતા-પિતાની ફરિયાદ લેવાનો ઈનકાર કર્યો હતો તથા બાળકીના માતા પિતા સાથે ખરાબ વર્તન કર્યું હતું.
જો કે આજુ બાજુના લોકોને ઘટનાની જાણ થતાં જ પોલીસ સ્ટેશન પર લોકોના ટોળે ટોળાં ઉમટી પડ્યા હતા અને પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો. બીજી બાજુ, આ ઘટનાના રાજકીય પડઘા પણ પડ્યા હતા. ભાજપ નેતા કીરોડીલાલ મીણાએ કહ્યું કે, આરોપી PSI ચૂંટણી ફરજ પર છે તેથી આ બાબતે ચૂંટણી અધિકારીને ફરિયાદ કરીશ. રાજસ્થાનમાં અશોક ગેહલોતની સરકારમાં કાયદો અને વ્યવસ્થા સાવ નેવે મુકાઈ ગયાની વાત પણ ભાજપ નેતા કીરોડીલાલ મીણાએ કરી હતી.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796