નવજીવન ન્યૂઝ. ગાંધીનગર: ગુજરાત જેલ વિભાગમાં ફરજ બજાવતા ગાર્ડીંગ સ્ટાફના કર્મચારીઓના પગાર વધારાને લઈ સરકારને રજૂઆત કરવામાં આવી હતી. ગૃહ મંત્રી હર્ષ સંઘવીને (Harsh Sanghavi) આ બાબતને લઈ ગયા વર્ષે કર્મચારીઓએ પગાર વધારાની માગ સાથે આંદોલન કરવાની પણ ચીમકી આપી હતી, ત્યારે સરકારે જેલ કર્મચારીઓના ભથ્થામાં વધારો કરવાનો નિર્ણય લેવાના સમાચાર સામે આવી રહ્યા છે.
પ્રાપ્ત વિગત અનુસાર, ગયા વર્ષે જેલ વિભાગના વર્ગ-3ના કર્મચારીઓએ પગાર વધારા માટે સરકાર સમક્ષ રજૂઆત કરી હતી. જેમાં જેલ સિપાહી, સૂબેદાર તથા હવાલદાર કક્ષાના જેલ કર્મચારોનો સમાવેશ થાય છે. સરકાર પગાર વધારો નહીં કરે તો આંદોલન કરવાની ચીમકી પણ કર્મચારીઓએ આપી હતી. ત્યારે આજે જ્યારે દિવાળી સમયે કર્મચારીઓની પડતર માગને ધ્યાને લઈ સરકારે જેલ કર્મચારીઓના પગાર ભથ્થામાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. આ બાબતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતાં કરીને પગાર ભથ્થામાં વધારાની વાતની પુષ્ટી કરી છે.
સાથે જ ગૃહ મંત્રીએ કરેલી પોસ્ટમાં કહ્યું કે, વર્ગ-૩ના કર્મચારીઓ માટે જે તા.૨૯.૦૮.૨૦૨૨ થી મંજૂર થયેલ તેજ ધોરણે તે તારીખ થી લાભ આપવામાં આવશે. જાહેર સુરક્ષા પ્રોત્સાહન ભથ્થામાં આ પ્રમાણેનો વધારો કરવાનો નિર્ણય થયો છે. જેલ સહાયક રૂપિયા ૩૫૦૦ અગાઉ ન હતું. સિપાઈ રૂપિયા ૪૦૦૦ અગાઉ ૬૦ રૂપિયા હતું. હવાલદાર રૂપિયા ૪૫૦૦ અગાઉ ૬૦ રૂપિયા હતું. સુબેદાર રૂપિયા ૫૦૦૦ અગાઉ ૬૦ રૂપિયા હતું. ફીક્સ પગારના જેલ સહાયકોને રૂપિયા ૧૫૦ લેખે જાહેર રજાના દિવસે ચૂકવાતા વળતરમાં વધારો કરીને રૂપિયા ૬૬૫ રજા પગાર ચુકવવામાં આવશે. જેલ વીભાગના વર્ગ-૩ના કર્મચારીઓને વોશીંગ અલાઉન્સ પેટે ચુકવવામાં આવતા રૂપિયા ૨૫માં વધારો કરીને રૂપિયા ૫૦૦ ચુકવવામાં આવશે. પગાર ભથ્થામાં વધારો થતાં જેલ કર્મચારીઓના પરિવારોમાં આનંદનો માહોલ છવાઈ ગયો હતો.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796