Sunday, April 19, 2026
HomeGujaratAhmedabadRailway ટેન્ડરના નામે વેપારીઓને છેતરી સોનાના સિક્કા પડાવતી ટોળકી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના...

Railway ટેન્ડરના નામે વેપારીઓને છેતરી સોનાના સિક્કા પડાવતી ટોળકી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના હાથે ઝડપાઈ

- Advertisement -

નવજીવન ન્યૂઝ, અમદાવાદ : ‘લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ના મરે’ આ કહેવત સમયાંતરે છેતરપિંડીની ફરિયાદોમાં સાર્થક થતી જોવા મળે છે. આવી જ એક ઘટના અમદાવાદના શાહીબાગ સરકીટ હાઉસ (Circuit House Ahmedabad) માં બની ચૂકી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચ (Ahmedabad Crime Branch) માં નોંધાયેલા એક કેસમાં ત્રણ આરોપીઓને ઝડપી લઈ છેતરપિંડીમાં ગયેલા સોનાનો 20 ગ્રામનો અને 5 ગ્રામનો એક-એક સિક્કો, 5 ફોન અને ફોર્ચ્યુનર કાર કબજે લીધી છે.

પશ્ચિમ બંગાળના વેપારીએ કેમ સોનાના સિક્કા મગાવ્યા ?

- Advertisement -

અમદાવાદ ક્રાઈમ બ્રાંચ ખાતે 7 માર્ચના રોજ પશ્ચિમ બંગાળના વેપારી ઉત્તમકુમાર મુખરજી (ઉ.66) એ સ્વપ્નીલ બંગાળી, તેજસ મહેતા, કૌશિક લાખાણી અને જીતુ પટેલ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. ગુજરાતમાં રેલવેના અલગ અલગ ટેન્ડર બહાર પડવાના છે તેવી જાણકારી ઉત્તમકુમારે તેમના પરિચિત રાજીવ ગોગોઈએ આપી હતી. ટેન્ડર લેવું હોય તો વડોદરાના હાર્દિક પુષ્પેન્દ્ર જૈનનો સંપર્ક કરજો તેમ કહી હાર્દિકનો ફોન નંબર આપ્યો હતો. હાર્દિક સાથે ઉત્તમકુમારે વાત કરતા એડવૉકેટ સ્વપ્નીલ બંગાળીના કનેકશનથી ટેન્ડર મળશે તેમ કહ્યું હતું. અધિકારીની મુલાકાત કરતા પહેલાં તેમને ગિફ્ટમાં 3-4 લાખના સોનાના સિક્કા આપવા પડશે તેવું કહેતા ઉત્તમકુમાર ગત 4 માર્ચના રોજ બાય પ્લેન અમદાવાદ આવ્યા હતા અને એલિસબ્રિજ વિસ્તારની હૉટલમાં રોકાયા હતા. ઉત્તમકુમારે તેમના પરિચિત મારફતે સોનાનો 20 ગ્રામ અને 5 ગ્રામના બે સિક્કા (કિંમત 4.38 લાખ)ના મગાવી લીધા હતા.

હૉટલથી શાહીબાગ સરકીટ હાઉસ પહોંચ્યા

ઉત્તમકુમારને હૉટલની રેસ્ટૉરન્ટમાં મળવા આવેલા સ્વપ્નીલ બંગાળીએ અન્ય એક જીતુ પટેલનો સંપર્ક કરાવ્યો હતો અને કહ્યું કે, આમની દિલ્હીમાં મોટી ઓળખાણ છે તેમ કહી મિટીંગ કરાવવા સરકીટ હાઉસ પહોંચ્યા. હાર્દિક જૈન તેની કારમાં શાહીબાગ સરકીટ હાઉસ ખાતે ઉત્તમકુમારની સાથે સ્વપ્નીલ અને જીતુને લઈ પહોંચ્યો હતો. સ્વપ્નીલ અને જીતુ સાહેબ સાથે વાત કરીને આવીએ તેમ કહીને સરકીટ હાઉસમાં મહીસાગર નામના રૂમની સામેના એક રૂમમાં ઉત્તમકુમાર અને હાર્દિકને બેસાડ્યા હતા. થોડીકવારમાં બંને જણા પરત ફર્યા હતા અને “ગિફ્ટ અમને આપી દો, સાહેબની સાથે કોઈ બેઠું છે તેમની હાજરીમાં ગિફ્ટ આપી શકાશે નહીં” તેમ કહી સોનાના બંને સિક્કા મેળવી લીધા હતા. મહીસાગર રૂમમાં ઉત્તમકુમાર સહિત ચારેય જણા ગયા ત્યારે ત્યાં હાજર બે શખસોનો અધિકારીઓનો પરિચય કરાવતા એકનું નામ તેજસ મહેતા અને કૌશિક લાખાણી જણાવ્યું હતું. બંને અધિકારીઓ સાથે ઉત્તમકુમારે વાત કરવાનો પ્રયત્ન કરતા તેમણે જીતુભાઈ કહે તે પ્રમાણે કરી દો તેમને ટેન્ડર મળી જશે.

- Advertisement -

ક્રાઈમ બ્રાંચે 3ને પકડ્યા, બંગાળી ફરાર

ક્રાઈમ બ્રાંચના પીઆઈ એમ. એલ. સાળૂંકે (PI M L Salunke) ની ટીમે ઠગ ટોળકીના સાગરિતો પૈકી તેજસ ચંદ્રકાંત મહેતા (રહે. ઈસનપુર, અમદાવાદ), કૌશિક પ્રહલાદભાઈ લાખાણી (રહે.પાલડી, અમદાવાદ) અને જીતુ અરવિંદભાઈ પટેલ (રહે. વાઘોડીયા, વડોદરા)ની ધરપકડ કરી છે. આરોપી પાસેથી સોનાના 20 ગ્રામ અને 5 ગ્રામના બે સિક્કા, પાંચ મોબાઈલ ફોન અને ફોર્ચ્યુનર કાર કબજે કરી છે. ફરાર સ્વપ્નીલ બંગાળીની શોધખોળ ચાલી રહી છે. પકડાયેલા આરોપીઓએ અગાઉ પણ છેતરપિંડી કરી હોય તેવી શક્યતાને ધ્યાનમાં રાખીને પોલીસ તપાસ ચલાવી રહી છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular