Sunday, April 19, 2026
HomeGujaratAhmedabadSMC સ્ટાફ પર હુમલો કરી પ્રોહિબિશન સિન્ડીકેટના મેમ્બરનો ભાગી જવા પ્રયાસ, PI...

SMC સ્ટાફ પર હુમલો કરી પ્રોહિબિશન સિન્ડીકેટના મેમ્બરનો ભાગી જવા પ્રયાસ, PI એ ગોળી મારી

- Advertisement -

નવજીવન ન્યૂઝ, અમદાવાદ : સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ પર ચાર મહિનામાં બીજી વખત ગુનેગારે હુમલો કર્યો છે. કુખ્યાત દારૂ સિન્ડીકેટના મેમ્બરે ચાલુ જીપે ભાગી જવા માટે ડ્રાઈવર પર હુમલો કરતા SMC PI એ સર્વિસ વેપનમાંથી ફાયરિંગ કરતા ગુનેગારને હાથમાં ઈજા પહોંચી છે. ઈજાગ્રસ્તને સારવાર અર્થે હિંમતનગર સિવિલ હૉસ્પિટલ લઈ જવાયો છે તો બીજી તરફ શામળાજી પોલીસ સ્ટેશન ખાતે હુમલો કરનારા બુટેલગર સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધવા તજવીજ હાથ ધરાઈ છે.

Team SMC પર કોણે કર્યો હુમલો ?

- Advertisement -

પંજાબ અને હરિયાણાનો દારૂ ગુજરાતભરમાં ઠાલવવાની સિન્ડેકટ સુખલાલ ડાંગી ઉર્ફે શકાજી અને શૈલેષ જૈન ચલાવે છે. રાજ્યમાં નોંધાયેલા પ્રોહિબિશનના સંખ્યાબંધ કેસ તેમજ ગુજસીટૉકના ગુનામાં બંને આરોપીઓ વૉન્ટેડ છે. Team SMC ને સુખલાલ ડાંગી રાજસ્થાનના ઉદેપુર ખાતે હોવાની માહિતી મળતા તેને ઉપાડી લેવાયો હતો. સુખલાલ ઉર્ફે શકાજીને હથકડી પહેરાવી પોલીસ જીપમાં લઈને પીઆઈ બી.એચ.રાઠોડ (PI B H Rathod) સ્ટાફ સાથે પરત ફરી રહ્યાં હતા ત્યારે શામળાજી પાસે સુખલાલે જીપ ડ્રાઈવરના માથામાં હથકડી મારી હતી. હથકડી વાગતા પોલીસ ડ્રાઈવરે જીપ પરથી થોડાક અંશે કાબૂ ગુમાવી દીધો હતો. પોલીસ જીપ રોકાઈ જાય તો ત્યાંથી ભાગી જવાના ઈરાદે સુખલાલે હુમલો કર્યો હતો, પરંતુ સમય પારખી ગયેલી પીઆઈ રાઠોડે પોતાના સર્વિસ વેપનમાંથી એક રાઉન્ડ ફાયર કરતા આરોપીને હાથમાં ગોળી વાગી હતી.

ડાંગી સામે વધુ એક ગુનો નોંધાશે

આરોપીના હુમલામાં ઘાયલ થયેલા પોલીસ ડ્રાઈવર જગદીશભાઈ અને સુખલાલ ડાંગીને શામળાજી ખાતે પ્રાથમિક સારવાર આપ્યા બાદ હિંમતનગર સિવિલ હૉસ્પિટલમાં ખસેડાયા છે. બીજી તરફ શામળાજી પોલીસ સ્ટેશન (Shamlaji Police Station) ખાતે સુખલાલ ડાંગીએ પોલીસ જાપ્તામાંથી ભાગી જવા કરેલા ઘાતક હુમલાનો ગુનો નોંધવામાં આવશે. આ કેસની તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલ (State Monitoring Cell) ખુદ કરશે. અત્રે નોંધનીય છે કે, ગુજસીટૉક કેસની તપાસ સાયબર ક્રાઈમ એક્સેલન્સના એસપી સંજય કેશવાલા (Sanjay Keshwala) કરી રહ્યાં છે.

- Advertisement -

નવસારીમાં થયા હતા સામ-સામે ફાયરિંગ

સ્ટેટ મોનિટરિંગ સેલના પીઆઈ સી.એચ.પનારા અને તેમની ટીમ સાથે હથિયારોના સોદાગરોને પકડવા ગત નવેમ્બર મહિનામાં નવસારી જિલ્લામાં ગયા હતા. નવસારીના બીલીમોરા (Bilimora Navsari) ખાતે અન્ય રાજ્યોમાંથી આવેલા શખસોએ ધરપકડથી બચવા બે રાઉન્ડ પોલીસ ટીમ પર ફાયર કર્યા હતા. સદનસીબે પોલીસ કર્મચારી/અધિકારીને ગોળી વાગી ન હતી. ફાયરિંગ થતાં SMC PI C H Panara એ વળતા જવાબમાં બે રાઉન્ડ ફાયર કરતા એક આરોપી ઘાયલ થયો હતો. પોલીસ ટીમે યશસિંઘ સુંદરસિંઘ (રહે. હરિયાણા), મનિષ કાલુરામ કુમાવત, મદન ગોપીરામ કુમાવત (બંને રહે. રાજસ્થાન) અને રિષભ અશોક શર્મા (રહે. મધ્યપ્રદેશ) ને ઝડપી લઈ દેશી બનાવટની ત્રણ પિસ્તૉલ અને 27 જીવતા કારતૂસ કબજે કર્યા હતા.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular