નવજીવન ન્યૂઝ. અમદાવાદ: Rahul Gandhi defamation case: મોદી સરનેમ અંગે કરેલા વિવાદિત નિવેદનને (Modi Surname Row) લઈ કોંગ્રેસના પૂર્વ સાંસદ રાહુલ ગાંધીની (Rahul Gandhi) મુશ્કેલી સતત વધી રહી છે. સો પ્રથમ સુરતની મેટ્રો કોર્ટે (Surat Court) મોદી અટક અંગેના માનહાનિ કેસમા રાહુલ ગાંધીને 2 વર્ષની સજા અને 15 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. જેના પગલે રાહુલ ગાંધીને પોતાનું સંસાદ સભ્ય પદ ગુમાવવાની નોબત આવી હતી, ત્યાર બાદ મેટ્રો કોર્ટનો ચુકાદો રાહુલ ગાંધીએ સુરત સેન્શન કોર્ટમાં પડકાર્યો હતો. જેમાં સુરત સેન્શન કોર્ટે પણ મેટ્રો કોર્ટનો ચુકાદો યથાવત રાખ્યો હતો. જેના લઈ રાહુલ ગાંધીની કેન્દ્રીય લગીલે ટીમે સુરત સેન્શન કોર્ટનો ચુકાદો ગુજરાત હાઈકોર્ટમાં (Gujarat High Court) પડકાર્યો હતો જે માટે રિવિઝન અરજી કરાઈ હતી. જેમાં હાઈકોર્ટે આજે બંને પક્ષોની દલીલો સંભાળ્યા બાદ રાહુલ ગાંધીને વચગાળાની રાહત આપવા સ્પષ્ટ ઈનકાર કરી દીધો છે.
શું હતી રાહુલ ગાંધીના વકીલની દલીલ
ગુજરાત હાઈકોર્ટમાં માનહાનિ કેસમાં રિવિઝન પિટિશન પર કરેલી અરજી પર આજે સુનાવણી કરવામાં આવી હતી. જેમાં રાહુલ ગાંધીના વકીલે દલીલ કરતા કહ્યું હતું કે, માનહાનિ કેસ ગંભીર છે કે જામીન પાત્ર ગુનો એ ચર્ચાનો વિષય છે. પણ રાહુલ ગાંધી સામે કોઈ ગંભીર ગુનો નથી. તેમની ઉપર કોઈ સામાજ વિરોધી પ્રવૃતિનો આરોપ નથી. આ જામીન પાત્ર ગુનો છે.
તેમણે વધુમાં દલીલ કરતા કહ્યું હતું કે, લોકસભાની ચૂંટણી હવે નજીક છે અને હાલ સાંસદ પદનો સમય પણ પૂર્ણ થવાના આરે છે. જો કોર્ટ સજા પર સ્ટે નહી આપે તો રાહુલ ગાંધીને ભારે મુશ્કેલીઓમાંથી પસાર થવું પડશે. 2024 તેઓ કદાચ લોકસભાની ચૂંટણી પણ નહી લડી શકે. જે કોંગ્રેસ માટે એક માઠા સંકેત દેખાઈ રહ્યા છે. તેમના અસીલ પર કરેલો કેસ ગંભીર નથી. સિવિલ કેસમાં ઓછામાં ઓછા 6 મહિના સજા હોય છે. તેવી દલીલ કરી હતી.
શું હતી પૂર્ણેશ મોદીના વકીલની દલીલ
પૂર્ણેશ મોદીના વકીલે દલીલ કરતા કહ્યું હતું કે, રાહુલ ગાંધી જાહેરમાં માફી માગતા નથી અને કોર્ટરૂમમાં પ્રાર્થના કરે છે. જે વિરોધાભાસી વર્તન છે. રાહુલ ગાંધીએ પોતાના ભાષણમાં કહ્યું હતું કે, હું ગાંધી છું સાવરકર નથી એટલે ગાંધી માફી નહીં માગે, હું જેલ જવાથી પણ ડરતો નથી. તેવા નિવેદનો આપે છે અને કોર્ટમાં જામીન માટે અરજી કરે છે. તેમણે પ્રધાન મંત્રી મોદી પર રાફેલ સોદામાં કૌભાંડ કર્યાનો આરોપ લગાવ્યા છે. વડાપ્રધાનને ચોર કહી બદનામ કરવાના પ્રયાસો કર્યા છે. જે મામલે કોર્ટે ગુનાની ગંભીરતા અને મોટાભાગે સમાજ પર અસર થાય છે તેને ધ્યાનમાં લેવુ જોઇએ જે ગંભીર ગુનો કહેવાય છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








