Saturday, May 2, 2026
HomeGeneralમહેસાણાઃ સ્ટેટ મોનિટરીંગની રેડના પગલે PI સહિત ત્રણ પોલીસકર્મી સસ્પેન્ડ

મહેસાણાઃ સ્ટેટ મોનિટરીંગની રેડના પગલે PI સહિત ત્રણ પોલીસકર્મી સસ્પેન્ડ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. મહેસાણાઃ Mehsana News: મહેસાણાના વિસનગરમાં (Visnagar) તાજેતરમાં જ સ્ટેટ મોનિટરીંગ સેલે દરોડા (SMC Raid) પાડ્યા હતા. વિસનગરમાં ધમધમતા જુગારના અડ્ડા પર સ્ટેટ મોનિટરિંગ સેલે (State Monitoring Cell) દરોડો પાડ્યો હતો. છેલ્લા કેટલાક સમયથી આ જુગાર અડ્ડો (Gambling Den) ચાલી રહ્યો હોવાથી સ્થાનિક પોલીસની સંડોવાણી હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું હતું. જોકે સ્ટેટ મોનિટરીંગ સેલની રેડ બાદ સ્થાનિક પોલીસની બેદરકારી સામે આવતા વિસનગર પોલીસ સ્ટેશનના (Visnagar Police) પોલીસ ઈન્સપેક્ટર (PI) સહિત ત્રણ પોલીસ કર્મીને સસ્પેન્ડ કરવાનો આદેશ છુટતા પોલીસ વિભાગમાં સોંપો પડ્યો છે.

ગુજરાતમાં દારૂ, જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃતિને જાણે છુટો દોર મળી ગયો હોય તે પ્રકારે ધમધમી રહી છે. જોકે રાજ્યમાં સ્થાનિક પોલીસની મદદ વગર દારૂ કે જુગારનો ધંધો શરૂ થવો તે લોઢાના ચણા ચાવવા જેવી વાત છે. ત્યારે રાજ્યમાં ચાલતી આ પ્રકારની પ્રવૃતિઓ પર સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા સતત નજર રાખીને દરોડો કરવામા આવતા હોય છે. ત્યારે મણેસાણાના વિસનગરમાં પણ ગત ગુરુવારના દિવસે ભાંડુ ગામે જય બાબારી નાસ્તા હાઉસની પાછળ ખુલ્લી જગ્યામાં ધમધમતા જુગારના અડ્ડા પર દરોડો કરવામાં આવ્યો હતો. આ દરમિયાન જુગાર રમતા 15 લોકોને ઝડપીને કુલ રૂપિયા 3,26,000નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. સમગ્ર મામલે વિસનગર તાલુકા પોલીસ સ્ટેશનમાં 17 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી હતી.

- Advertisement -

કુખ્યાત ગેમ્બલરની રહેમાન મનસુરી અને ઈશાક ઉસ્માન કુરેશી આ બંને વિસનગરના ભાંડુ ગામમાં બહારથી ભાડુઆતી માણસો લાવીને ગૌચરની જગ્યામાં જાહેરમાં જુગારનો અડ્ડો ચલાવતા હતો. જાહેરમાં ચાલતા જુગારના અડ્ડા સામે સ્થાનિક પોલીસ બેરદરકારી દાખવતા રેન્જ આઈ.જી. અભય ચુડાસમાએ વિસનગર તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેક્ટર એન.પી. રાઠોડ, વાલમ આઉટ પોસ્ટના હેડ કોન્સટેબલ રાજુજી કુંવરજી અને ડી-સ્ટાફના જગદીશ પ્રવિણભાઈને સસ્પેન્ડ કરવાનો આદેશ જાહેર કર્યો હતો.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular