Saturday, April 25, 2026
HomeGeneralપંજાબમાં PM મોદી બાદ રાહુલ ગાંધીની સુરક્ષામાં ચૂક, સુરક્ષા એજન્સીઓમાં ફફડાટ

પંજાબમાં PM મોદી બાદ રાહુલ ગાંધીની સુરક્ષામાં ચૂક, સુરક્ષા એજન્સીઓમાં ફફડાટ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. લુધિયાણાઃ રાહુલ કોંગ્રેસના સીએમ ચહેરાની જાહેરાત કરવા લુધિયાણા આવ્યા હતા. હલવારાથી લુધિયાણા જતી વખતે એક યુવકે તેના પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. લુધિયાણાના હલવારાથી હયાત રિજન્સી જવાના રસ્તે જ્યારે તેમની કાર હર્ષિલા રિસોર્ટ પાસે પહોંચી ત્યારે રાહુલ કારનો કાચ ખોલીને અભિવાદન સ્વીકારી રહ્યા હતા. આ દરમિયાન એક યુવકે કાર તરફ ઝંડો ફેંક્યો હતો જે તેને મોઢા પર વાગ્યો હતો, પરંતુ તેમને કોઈ ઈજા થઈ ન હતી.



- Advertisement -

આ પછી રાહુલે ગ્લાસ બંધ કરી દીધો હતો. ઘટના સમયે આ કાર કોંગ્રેસના વરિષ્ઠ નેતા સુનીલ જાખડ ચલાવી રહ્યા હતા, જ્યારે ચરણજીત ચન્ની અને સિદ્ધુ તેમની પાછળ બેઠા હતા. આ ઘટના બાદ સુરક્ષામાં તૈનાત તમામ અધિકારીઓના હાથ-પગ ફૂલી ગયા હતા. એવું કહેવાય છે કે, ધ્વજ ફેંકનાર યુવક નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઇન્ડિયા (એનએસયુઆઇ)નો કાર્યકર્તા હતો અને તેણે ઉત્સાહિત થઇને રાહુલ તરફ ધ્વજ ફેંક્યો હતો. તે જમ્મુ-કાશ્મીરનો રહેવાસી હોવાનું કહેવાય છે. થાના દાખાની પોલીસનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે, તેમની પાસેથી આવી કોઇ ફરિયાદ મળી નથી.


- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

- Advertisement -

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular