Tuesday, April 28, 2026
HomeGujaratઅમારા સૌરાષ્ટ્રમાં દારૂની પાર્ટી હોય તો પેટીઓ ઉતારી દઈએઃ બસ આટલુ બોલતા...

અમારા સૌરાષ્ટ્રમાં દારૂની પાર્ટી હોય તો પેટીઓ ઉતારી દઈએઃ બસ આટલુ બોલતા વાત વણસી અને ગોળી ચાલીઃ સામ્રાજય ફાર્મ સાથે અશ્વીનસિંહ સરવૈયાનો શુ સંબંધ છે

- Advertisement -

ગાંધીનગરમાં આવેલા સામ્રાજય ફાર્મમાં તા 17મી સપ્ટેમ્બરના રોજ દારૂ પાર્ટીમાં થયેલી બબાલમાં પહેલી તલવાર ઉછળી અને પછી ગોળીબાર થયો તેમાં સામ્રાજય ફાર્મનો કબજો ધરાવતા કોગ્રેસના નેતા પ્રવિણ માણીયાની હત્યા હતી, આ હત્યા પુર્વયોજીત હોવાનો આરોપ થઈ રહ્યો હતો, તેમજ આ હત્યા અમદાવાદના જાણિતા બીલ્ડર અશ્વીનસિંહ સરવૈયાના ઈશારે થઈ હોવાની પણ શંકા હતી, પરંતુ આ કેસની તપાસ કરી રહેલી ગાંધીનગર પોલીસને હાથ લાગેલા પુરાવાઓ, સાક્ષીઓના નિવેદનને ધ્યાનમાં લેતા હત્યા પુર્વ યોજીત હોવાની વાત છેદ ઉડે છે, પરંતુ આ મામલે બીલ્ડર અશ્વીનસિંહનું નામે સામેલ કરી દેવામાં આવે તો અનેકને કરોડોનો ફાયદો થઈ રહ્યો હોવાનું બહાર આવ્યુ છે.



તા 17મી સપ્ટેમ્બરના સામ્રાજય ફાર્મમાં એક દારૂની પાર્ટીનું આયોજન કરવામાં આવ્યુ હતું, ફાર્મનો કબજો કોંગ્રેસના નેતા પ્રવિણ માણિયા પાસે છે, પ્રવિણ કોંગ્રેસના નેતા હતા અને ચુંટણી પણ લડી ચુકયા હતા, કાગળ ઉપર પ્રવિણનો આ ફાર્મ ઉપર કબજો હતો, પણ પોલીસ તપાસમાં બહાર આવેલી વિગત પ્રમાણે અગાઉ પ્રવિણ- બીલ્ડર અશ્વીનસિંહ અને બ્રીજરાજસિંહ સાથે ધંધો કરતા હતા, આથી અશ્વીનસિંહે કેટલી જમીન પ્રવિણ અને બ્રીજરાજસિંહના નામે લીધી હતી, થોડા સમય પહેલા તેમના ધંધામાં વાંધો પડયો અને પ્રવિણ અને બ્રીજરાજસિંહ બીલ્ડર અશ્વીનસિંહથી અલગ થયા હતા, જો કે તેમની વચ્ચે જમીન વિવાદ યથાવત રહ્યો હતો, જેના કારણે પ્રવિણની હત્યા થતાં સૌથી પહેલા અશ્વીનસિંહ ઉપર શંકા ગઈ હતી

સામ્રાજય ફાર્મની હાલની બજાર કિમંત 80થી100 કરોડની થાય છે પ્રવિણની હત્યા પછી હત્યામાં સામેલ જયદિપસિંહ ગોહીલ અને તરૂણસિંહ ફરાર થઈ ગયા હતા, ગાંધીનગર પોલીસ ફાર્મ હાઉસની અંદર લાગેલા કેમેરાના ફુટેઝ કબજે કરતા તેમાથી બીજુ જ કઈક સત્ય બહાર આવ્યુ હતું પોલીસે ત્યા હાજર સાક્ષીઓના નિવેદન લીધા અન ફુટેઝ ચેક કર્યા તો જાણકારી મળી કે પ્રવિણ ઉપર ગોળી ચલાવનાર જયદિપસિંહ પોતે પણ બીલ્ડર છે અને તેનો મોટો કારોબાર છે, આ પાર્ટીમાં પ્રવિણ અને જયદિપસિંહ પહેલી વખત મળી રહ્યા હતા પાર્ટી સાંજના સાડા પાંચ વાગે શરૂ થઈ હતી, જેના માટે પ્રવિણ પોતાની લીકર પરમીટ ઉપર ચાર બોટલ દારૂ લઈ આવ્યા હતા. રાતના નવ વાગ્યા સુધી પાર્ટીમાં બેઠેલી વ્યકિતઓ ત્રણ બોટલ દારૂ પી ગઈ હતી, અને ચોથી બાટલીની શરૂઆત થઈ હતી.




આ દરમિયાન કોણ મોટી પાર્ટી આપે તેની ચર્ચા ચાલી રહી હતી, ત્યારે જયદિપસિંહ અને તરૂણસિંંહે કહ્યુ હતું કે અમારા સૌરાષ્ટ્રમાં દારૂની પાર્ટી હોય તો દારૂની પેટીઓ ઉતારી દેવામાં આવે આમ ત્રણ ચાર બોટલો ચાલે નહીં, આ બાબતનું પ્રવિણની માઠુ લાગ્યુ અને તેમને તરૂણસિંહ સાથે ઝઘડો થયો , ઝઘડો એટલો ઉગ્ર બન્યો કે પ્રવિણ ઉભા થઈ ફાર્મ હાઉસના બીજા રૂમમાં ગયા અને તલવાર લઈ આવ્યા અને તેમણે તરૂણસિંહ ઉપર તલવાર વડે હુમલો કરતા તરૂણના હાથમાં ઈજા થઈ હતી, આ વખતે ડરી ગયેલા જયદિપસિંહ પોતાની પાસે રહેલા લાઈસન્સવાળી રીવોલ્વર કાઢી પ્રવિણ ઉપર ગોળી ચાલતા ગોળી પેટમાં વાગી અને તે ત્યાં જ ઢળી પડયા હતા તરૂણને હાથમાં તલવાર વાગી હોવાને કારણે તે પણ ગુસ્સોમાં હતો પ્રવિણ ઢળી પડતા તરૂણે જમીન ઉપર પડેલી તલવાર ઉપાડી પ્રવિણ ઉપર તલવારનો વાર કર્યો હતો.



આ ઘટના પછી તરૂણ અને જયદિપ ત્યાંથી કારમાં બેસી ફરાર થયા હતા, જો કે તેઓ ભાગી રહ્યા હતા ત્યારે તેમના ફાર્મ હાઉસમાં રહેલા મિત્રએ કહ્યુ તમે કયાં ભાગો છો, પાછા આવો, પ્રવિણને હોસ્પિટલ લઈ જવા પડશે નહીંતર મરી જશે, આથી બંન્ને પાછા ફાર્મ હાઉસ ઉપર આવ્યા હતા, આ ઘટનાને કારણે પોલીસ એવુ માની રહી છે કે હત્યાપુર્વ યોજીત હતી અને સોપારી કીલીંગ હોત તો ગોળી ચલાવ્યા પછી તેઓ ફાર્મ હાઉસ પાછા આવતા નહીં, હાલમાં પોલીસે જયદિપ અને તરૂણને ઝડપી લીધા છે, પોલીસ દ્વારા આ મામલે અશ્વીનસિંહ અને બ્રીજરાજસિંહની પણ પુછપરછ કરી નિવેદન નોંધ્યુ છે, પરંતુ આ મામલે ગૃહરાજય મંત્રી અને ડીજીપી સુધી ફરિયાદ થઈ છે કે હત્યા પાછળ જમીનનો મામલો હોવા છતાં તપાસ યોગ્ય દીશામાં થઈ રહી નથી, જો કે હાલમાં મળેલા પુરાવામાં જમીન પ્રકરણનો કોઈ આધાર મળતો નથી.

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular