Saturday, July 13, 2024
HomeGujaratહાથમાં ગન અને સાથે ગેંગ હોય ત્યારે જીંદગી રોમાંચક લાગે છે પણ...

હાથમાં ગન અને સાથે ગેંગ હોય ત્યારે જીંદગી રોમાંચક લાગે છે પણ તેનો અંત કરૂણ હોય છેઃ લતીફ વાંચનાર 13 લાખ વાંચકોનો આભાર

- Advertisement -

આમ તો લતીફ ધારાવાહીક Meranews.com પોર્ટલ ઉપર ત્રણ-ત્રણ વખત રજુ થયેલી ધારાવાહીક છે, ત્યારે પણ પચાસ લાખ કરતા વધુ વાંચકો વાંચી ચુકયા છે, અમારો એક નવો પ્રયાસ અને પ્રવાસ એટલે navajivan.in પોર્ટલ હજી થોડા મહિના પહેલા જ શરૂ થયો છે ઘણા વાંચકોની વિનંતી હતી કે લતીફ ધારાવાહીક ફરી શરૂ કરવામાં આવે તેવી લાગણી અને માગણીને ધ્યાનમાં રાખી નવજીવન પોર્ટલ ઉપર ક્રમશ રીતે લતીફની ધારાવાહીક રજુ થઈ.


નવજીવનના આ પ્રવાસમાં લતીફ ઘારાવાહીક કુલ 1254961 વાંચકો વાંચી ચુકયા છે, આ આંકડો તા 27 સપ્ટેમ્બરનો છે, જેમાં હજી ઘણો વધારો થશે તેની અમને ખબર છે, લતીફ ધારાવાહીક પ્રવાસ દરમિયાન રોજની હજારો કોમેન્ટ આવતી હતી જેનો પ્રત્યેકનો વ્યકિતગત રીતે જવાબ આપવા મુશ્કેલ હતો. જે વાંચકોને આ ધારાવાહીક પસંદ પડી અને તેમણે વખાણી તેમનો હ્રદયપુર્વક આભાર છે, પણ તેની સાથે તેમને પણ ખુબ આભાર છે જેમણે આ ધારાવીહકની ટીકા કરી અને લતીફ જેવા ગુંડાઓ અંગે કેમ લખો છો તેવો પ્રશ્ન પણ કર્યો હતો, આવી ટીકા અને નોંધ કરનાર વાંચકોને સમજ આપવાની કે આ માત્ર એક ગેંગસ્ટરની વાત નથી,. કોઈ પણ ગેંગસ્ટરને કયારેય ગ્લેમરાઈઝ કરી શકાય નહીં અને એક લેખક તરીકે મેં તેની પુરતી તકેદારી રાખી તેવુ મને લાગે છે.

- Advertisement -

લતીફ અંગે લખવાનું પહેલુ કારણ મુંબઈ અને દિલ્હી જેવા શહેરોમાં કામ કરતા પત્રકારો તેમના શહેર અને રાજયના ગેંગસ્ટર ઉપર ખુબ લખે છે, પણ ગુજરાત અને ગુજરાતીમાં તેવુ લખાયુ નથી, કોઈ ગેંગસ્ટર અને ત્યારના સમયકાળ અને પોલીસ કાર્યવાહીની સાથે રાજકિય સંજોગો અંગે લખાય તે ખુબ જરૂરી પણ હોય છે કારણ આ પ્રકારનું લખાણ ભવીષ્યમાં એક દસ્તાવેજ બની જાય છે એટલે લતીફ એક ગેંગસ્ટરની કહાની નહીં રહેતા ત્યારના સંજોગોમાં રાજકિય સ્થિતિ અને પોલીસ અધિકારીઓને કારણે એક ગેંગસ્ટર એટલો મોટો થઈ ગયો કે રાજયનો હંફાવવા લાગ્યો તેની આ કથા છે, તેની સાથે સમય અને સંજોગો બદલાયા અને પોલીસ અધિકારીઓ બદલાયા ત્યાર પછી ઓપરેશન લતીફને કેવી રીતે અંજામ આપવામાં આવ્યો તે સ્પષ્ટ થવુ પણ જરૂરી હોય છે.


એક ક્રાઈમ રીપોર્ટર તરીકે લતીફ અને તેની ગેંગ અસ્તીત્વમાં હતી, ત્યારે તેનું રીપોર્ટીંગ કર્યુ પણ અખબારની એક મર્યાદાઓ હોય છે કારણ અનેક ઘટનાઓ બીટવીન્ધી લાઈન્સ બનતી હોય છે, અને તેવી ઘટનાઓને તમે અખબારી રીપોર્ટીંગમાં સ્થાન આપી શકતા નથી, આવી અનેક ઘટનાઓ ત્યારે અખબારમાંથી છુટી જતી હોય છે પણ જયારે તમે તેને ધારાવાહીક કે પુસ્તક સ્વરૂપે લખો ત્યારે તેવી ઘટનાઓને તમે નોંધી શકો છે, એટલે લતીફ અંગે લખાવુ જરૂરી હતુ, આ ઉપરાંત આ માત્ર લતીફની કહાની નથી, પણ અમદાવાદ અને ગુજરાતને ગેંગસ્ટરના હાથમાંથી મુકત કરાવવા માટે પોતાની તાકા પ્રમાણે લડનાર રઉફવલ્લીઉલ્લાહ અને સી ડી પટેલ જેવા રાજનેતાઓની પણ વાત છે, તેવી રીતે લતીફ ગેંગની ગોળીનો પહેલો શિકાર થનાર પીએસઆઈ રાણા તેમજ લતીફને પડકારનાર પોલીસ અધિકારી તરૂણ બારોટ, એ કે સુરોલીયા,ગીથા જોહરી, સિધ્ધરાજસિંહ ભાટી એ કે જાડેજા, શંકરસિંહ પરમાર, દિલીપદાન ગઢવી , બી આર પાટીલ જેવા અનેક નાના મોટા અનેક પોલીસ અધિકારીઓની વાત

લતીફના રસ્તા અને તેના કામને કયારે ન્યાયી ઠેરવી શકાય નહીં આ ધારાવાહીક તે રસ્તે જતાં યુવાનો મા માટે લાલબત્તી સમાન છે, હાથમાં ગન અને સાથે ગેંગ હોય ત્યારે જીંદગી રોમાંચક લાગે છે, પણ રોમાંચક જીંદગીનો અંત બહુ કરૂણ હોય છે તે દર્શાવવા માટે લતીફ અંગે લખાય તે જરૂરી છે, માત્ર લતીફ જ નહીં તેના રસ્તે ગયેલા અન્ય અંગે પણ હું ભવીષ્યમાં લખીશ, ખાસ કરી જે પેઢી આજે પચ્ચીસની આસપાસ છે તેમને આવુ પણ અમદાવાદ હતું તેની કલ્પના પણ નથી, તેવી પેઢીને પોતાની શહેરનો ઈતિહાસની ખબર હોવી જોઈએ બધા જ ઈતિહાસ સારા હોતા નથી કેટલોક ઈતિહાસ રકતરંજીત અને શર્મનાક પણ હોય છે, આપણે કાયમ ભુતકાળમાંથી શીખતા હોઈએ છીએ તે સમજવા લતીફનો સમય જાળવો જરૂરી હતો, ગુજરાત પોલીસમાં જે અધિકારીઓ 2000ના વર્ષ પછી દાખલ થયા છે તેમને પણ અંદાજ નહીં હોય કે પોપટીયાવાડ જયા લતીફનું સામ્રાજય હતુ ત્યાં પોલીસ જવાની હિમંત કરતી ન્હોતી અમદાવાદ પોલીસનો આ કપરો કાળ હતો, એટલે નવા પોલીસ અધિકારીઓ અને જવાનોની જાણકારી માટે પણ લતીફ લખાવવો જરૂરી હતો, સંભાવના છે કે કયાં થોડોક વિગત દોષ જરૂર હશે.


- Advertisement -

લતીફની કહાની પુરી થાય છે પણ વાંચકોની વિનંતી હતી કે હવે કોઈ નવી ધારાવાહીક આપો કારણ તમે અમારી આદત બની ગયા છો, તો તેમના પ્રેમ માટે આભાર અને તેમની વિનંતીને કારણે હવે એક નવા જ વિષય સાથે નવી ધારાવાહીક બહુ જલદી Navajivan.in પોર્ટલ ઉપર તમે વાંચી શકશો તેની ખાતરી આપુ છુ એટલે તમે Navajivan.in સાઈટ ઉપર જઈ શકો છો અને ફેસબુક પેઈજ https://www.facebook.com/navajivan.in પણ લાઈક કરી શકો છો.

આભાર

PART – 47 | ક્રાઇમ બ્રાન્ચ નો કાફલો રોકાયો અને પોલીસ કંટ્રોલરૂમની ફોન રણકવા લાગ્યા

- Advertisement -સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular