ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ. મુંબઈ): સ્ટીલ (Steel) ઉત્પાદનમાં ઘટી રહેલા નફાના ગાળિયા, ચીનના પોર્ટ પર થયેલા આર્યન ઓર (Iron Ore) (કાચો માલ)ના ઢગલા, સાથે જ જગતના સૌથી મોટા સ્ટીલ ઉત્પાદકો ચીનમાં સી બોર્ન કાર્ગોનું રિસ્ટોકિંગ ધીમું પડતાં આયર્ન ઓર વાયદામાં ગત સપ્તાહથી મંદિવાળાનો હાથ ઊંચો રહ્યો છે. સિંગાપુર આયર્ન ઓર વાયદો ગત સપ્તાહે ૦.૯ ટકા ઘટયા પછી સોમવારે ૦.૪૧ ટકા ઘટીને ૧૦૨.૯૦ ડોલર પ્રતિ ટન રહ્યો હતો. ચીનના ડેલિયાં કોમોડિટી એક્સ્ચેન્જ પર જાન્યુઆરી વાયદો પણ સોમવારે ૦.૯૩ ટકા ઘટ્યો હતો, ગત સપ્તાહમાં ૦.૫ ટકાનો ઘટાડો નોંધાયો હતો.
એપ્રિલથી ઓગસ્ટના ગાળામાં ભારતનું આયર્ન ઓર ઉત્પાદન અંદાજે ૪ ટકા વધીને ૧૫૮૪ લાખ ટન થયું હતું જે ગતવર્ષના સમાનગાળામાં ૧૫૨૧ લાખ ટન તહયું હતું. સ્ટીલ વપરાશકાર ઉધ્યોગો તરફથી સતત વધી રહેલી માંગને લીધે વર્તમાન નાણાકીય વર્ષમાં આયર્ન ઓરણું ઉત્પાદન સતત વધતું રહેશે. આ તરફ વર્લ્ડ બેન્કના કોમોડિટી આઉટલૂક અહેવાલમાં કહેવાયું હતું કે ૨૦૨૫-૨૫મા ઉત્પાદનનું વિસ્તરણ અને નવી ખાણો ઉત્પાદનમાં જવાથી ભાવ દબાણમાં રહેવાની આગાહી છે. વર્ષાનું વર્ષ આ વર્ષે અપેક્ષિત ભાવ ઘટાડો ૧૦ ટકા રહ્યા બાદ ૨૦૨૫ મા ૧૨ ટકા અને ૨૦૨૬ મા પાંચ ટકાનો ભાવ ઘટાડો અનુમાનિત છે.
ચીનમાં આગામી વર્ષના વિકાસ લક્ષ્યાંકો નક્કી કરવાના એજંદા સાથે જાન્યુઆરીઆ મળનાર સેન્ટ્રલ ઈકોનોમિક વર્ક કોનફરન્સમા કેવા નિર્ણયો લેવાય છે તેના પર હવે બજારની નજર રહેશે. માયસ્ટીલ કન્સલ્ટન્સીના ડેટા કહે છે કે દૈનિક સરેરાશ હોટ મેટલ ઉત્પાદન સપ્તાહદર સપ્તાહ ૬ ડિસેમ્બરે પૂરા થયેલા સતત ત્રીજા સપ્તાહમાં ૦.૫ ટકા ઘટીને ૨૩.૩ લાખ ટન થયું હતું. અલબત્ત, ગત વર્ષના સમાન સપથા કરતાં તે ૧.૪ ટકા વધુ હતું.
એક તરફ આયર્ન ઓરની માંગ વધવાના સંકેતો છે, તેવું ચીનની ઉત્પાદકીય પ્રવુત્તિના તાજા ડેટા કહે છે કે નવેમ્બર મહિનામાં સતત બીજા મહિને ઉત્પાદન પ્રવૃત્તિનું વિસ્તરણ હતું. ચીનમાં સપ્ટેમ્બર એન્ડથી રાહત પેકેજોની જાહેરાત થયા પછી ટૂંકાગાળાની તેજી જોવાઈ હતી જે જે નવેમબરના આરંભમાં ધાબી પડી હતી. અત્યાર sઊધઈ ચીન સરકારે બાંધકામ ઉધીઓમાં જાણ રેડવાના પ્રયાસ કર્યા હતા છતાં આયર્ન ઓરના ભાવ ૧૦૦ ડોલરથી ખાસ આગળ વધી શક્યા ના હતા.
કહીને લોખંડ બનાવવાની એક નવી ક્રાંતિકારી ટેકનોલોજી વિકસાવી લીધી છે, જેના થકી આખા વિશ્વના સ્ટીલ ઉધ્યોગમાં અત્યાયદુનિક પરિવર્તનો જોવા મળશે. આને લીધે સ્ટીલ ઉત્પાદકતા ૩૬૦૦ ગણી વધી જશે. આ ટેકનોલોજીના સંશોધકો કહે છે કે લોખંડ બનાવવાની પ્રક્રિયા માત્ર ત્રણથી ૬ સેકંડમાં પૂરી થઈ જશે. પરંપરાગત બ્લાસ્ટ ફરનેસમાં આ પ્રક્રિયા પૂર્ણ થતાં પાંચથી ૬ કલાક લાગી જાય છે. એન્જિનિયરો કહે છે કે આ સંશોધન છેલ્લા ૧૦ વર્ષથી ચાલી રહ્યું હતું. આખરે જમીનમાના આયર્ન ઓર પાઉડરમા હોટ ફરનેશ ઇન્જેકસ્ટ કરવામાં આવશે, જેનાથી સ્ફોટક કેમિકલ વિરોધાભાસ પેદા થશે.
લોખંડ ઉત્પાદનની આ પધ્ધતિમાં એક આખી પ્રક્રિયા નાબૂદ થઈ જશે, તેમાંથી ઉચ્ચ ગુણવત્તાની લાલ આયર્ન ઓર સતત પ્રાપ્ત થતી રહેશે. આખરે ફરનેસ (ભઠ્ઠી)મા સીધુંજ સંગઠિત કરેલી પ્રવાહી ઠલવાશે. છેવટે તેને જે પ્રકારે ઢાળવું હશે તે પ્રમાણે સીધુંજ કાસ્ટિંગ પ્રાપ્ત થશે. આ નવા સંશોધનને પગલે આયર્ન ઓરના ભાવ દબાણમાં આવશે. એનાલિસ્ટ કહે છે કે શક્ય છે કે ભાવ ૨૦૨૫ સુધી ઘટતા રહેશે. ચીનના બાંધકામ ઉધ્યોગમાં નબળી માંગ પણ ભાવને ઉપર જતાં અટકાવશે.
(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796