Monday, January 20, 2025
HomeGujaratGandhinagarPMJAY યોજનામાં ગેરરીતિ બદલ વધુ ૫ હોસ્પિટલ સસ્પેન્ડ, 12 મહીનામાં 12 હોસ્પિટલ...

PMJAY યોજનામાં ગેરરીતિ બદલ વધુ ૫ હોસ્પિટલ સસ્પેન્ડ, 12 મહીનામાં 12 હોસ્પિટલ સસ્પેન્ડ થતા ખળભળાટ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ગાંધીનગર: તાજેતરમાં જ અમદાવાદની (Ahmedabad) ખ્યાતિ હોસ્પિટલ (Khyati Hospital) દ્વારા લોકોના બિનજરૂરી હૃદયના ઓપરેશન કરીને PMJAY યોજનાના પૈસા પડાવવાનો કિસ્સો સામે આવ્યો હતો. જેને કારણે રાજ્યનાં આરોગ્ય વિભાગની કામગીરીને લઈ પણ સવાલો ઉભા થયા હતા. બાદમાં આરોગ્ય મંત્રી એક્શનમાં આવ્યા હોય તેમ આ યોજનાની પોલિસી અને ખાનગી હોસ્પિટલ્સના રજીસ્ટ્રેશનમાં ટુંક સમયમાં અનેક ફેરફાર થશે તેવી જાહેરાત કરી છે. તેમજ આરોગ્ય વિભાગના અધિકારીઓને દરેક હોસ્પીટલમાં ચેંકીગ કરવાના આદેશ આપ્યા છે. ત્યાર બાદ થોડા સમય પહેલા પણ 5 હોસ્પીટલ પર કાર્યવાહી થઈ હતી અને હવે વધુ પાટણ, દાહોદ, અમદાવાદ અને અરવલ્લીની 5 હોસ્પિટલ સસ્પેન્ડ કરવાનો આદેશ આરોગ્ય વિભાગે કર્યો છે.

પાપ્ત વિગતો અનુસાર, ખ્યાતિ હોસ્પીટલનું કૌભાંડ સામે આવ્યા બાદ રાજ્યની PMJAY યોજનામાં જોડાયેલી ખાનગી હોસ્પીટલોમાં આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. તેમજ તપાસ દરમિયાન કોઈ હોસ્પીટલની ગેરરીતી સામે આવે, તો જીલ્લા કક્ષાએથી કલેક્ટર દંડનીય કાર્યવાહી કરી રહ્યા છે. સરકારના આરોગ્ય વિભાગના અધિકારીઓ પણ આ યોજના સાથે જોડાયેલી ખાનગી હોસ્પિટલની મુલાકાત લઈ નિયમો અને ગેરરીતીની તપાસ કરી રહ્યા છે. જેમાં થોડા દિવસો પહેલા પણ રાજ્યની 5 એમ્પેન્લ્ડ હોસ્પિટલ અને 2 ડૉક્ટરને ગેરરીતી બદલ સસ્પેન્ડ કરવાના આદેશ કરવામાં આવ્યા હતા. તેવામાં સરકારે પ્રિ-ઓથ દરમિયાન લેબ રિપોર્ટમાં છેડછાડ, યોજનાની માર્ગદર્શિકા (SOP)નું ઉલ્લંઘન, બી. યુ. અને ફાયર સેફ્ટી સર્ટિફિકેટના અભાવ સહિતના કારણોસર પાટણની બે , દાહોદની એક, અમદાવાદ અને અરવલ્લીની એક હોસ્પિટલ્સને સસ્પેન્ડ કરી છે.

- Advertisement -

જેમાં પાટણની હિર હોસ્પિટલમાં 91 લેબ રિપોર્ટમાં છેડછાડ અને નિઓનેટલ કેરમાં હાયર પેકેજ સિલેક્ટ કર્યા હોવાનું સામે આવતા હિર હોસ્પિટલ અને તેના ડૉ. હિરેન પટેલને યોજના અંતર્ગત સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેની સાથે જોડાયેલી હેલ્થ સ્પ્રિંગ 24 પેથોલોજી લેબોરેટરી સામે પણ કાર્યવાહી થઈ છે. તેમજ આ હોસ્પિટલને 50 લાખની રીકવરી અને પેનલ્ટીનો આદેશ કરવામાં આવ્યો છે. બીજી પાટણની નિષ્કા ચિલ્ડ્રન હોસ્પિટલ અને નીયોનેટલ કેર સેન્ટરમાં 60 જેટલા રિપોર્ટમાં છેડછાડ અને હોસ્પિટલનું જે લેબોરેટરીનું ટાઇઅપ કરેલી શિવ ડાયગ્નોસ્ટિક લેબોરેટરી પાસે દર્દીના લેબ રીપોર્ટ માગતા રીપોર્ટ ઉપલબ્ધ ન હોવાથી હોસ્પિટલ તેમજ ડૉ. દિવ્યેશ શાહને યોજના અંતર્ગત સસ્પેન્ડ કરી 15 લાખની રીકવરી અને પેનલ્ટી ફટકારવામાં આવી છે.

દાહોદની સોનલ હોસ્પિટલમાં યોજનાના મેન પાવર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિયમ મુજબ ન હોવાથી અને ઇન્ફેક્શન કંટ્રોલને લગતી કામગીરીમાં બેદરકારી જણાતા સસ્પેન્ડ થઈ છે. અમદાવાદની સેન્ટારા ઓર્થોપેડિક હોસ્પિટલમાં ચોથા અને પાંચમાં માળની બી. યુ. પરમિશન, માર્ગદર્શિકા મુજબ સ્ટાફ અને મોડ્યુલર ઓટીનો અભાવ ને કારણે હોસ્પિટલને બી. યુ. પરમીશન ન મળે તેમજ ક્ષતિઓમાં સુધાર ન થાય ત્યાં સુધી સસ્પેન્ડ કરવામાં આવી છે. અરવલ્લીની શ્રી જલારામ ચિલ્ડ્રન હોસ્પિટલમાં ફાયર સેફ્ટી સર્ટીફિકેટની અવધિ પૂર્ણ થઈ ગઈ હતી, તેમજ એન.આઇ.સી.યુ.માં માર્ગદર્શિકા મુજબ વ્યવસ્થા ન હોવાથી તેમજ ફાયર સેફ્ટી સર્ટિફિકેટ ન મળે ત્યાં સુધી સસ્પેન્ડ કરવામાં આવી છે. આમ જાન્યુઆરી 2024થી લઈ અત્યાર સુધીમાં PMJAY યોજનામાં આરોગ્ય વિભાગે કુલ 12 હોસ્પિટલને સસ્પેન્ડ, ડિએમ્પેન્લ્ડ કરવાનો આદેશ કર્યો છે.

પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
  2. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  3. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  4. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  5. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  6. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  7. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular