Monday, January 20, 2025
HomeGujaratGandhinagarસિરિયલ કિલરને શોધી 8 જેટલા ગુનાનો ભેદ ઉકેલનારા ગુજરાત પોલીસના જવાનોને 12...

સિરિયલ કિલરને શોધી 8 જેટલા ગુનાનો ભેદ ઉકેલનારા ગુજરાત પોલીસના જવાનોને 12 લાખનું રોકડ ઇનામ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ગાંધીનગર : તાજેતરમાં વલસાડ (Valsad)જિલ્લાના પારડીમાં 19 વર્ષિય દિકરી પર દુષ્કર્મ અને હત્યાની ધટના સામે આવી હતી. સ્થાનિક સહીત ઉચ્ચ પોલીસનો કાફલાએ ધટના સ્થળે પહોંચી આરોપીને શોધવાની તપાસ આંરભી હતી. જો કે પોલીસના અનેક પ્રયાસો બાદ પણ આરોપીનું કોઈ પણ પ્રકારનું પગેરુ મળી રહ્યું ન હતું. તેવામાં રેલવે પોલીસના બે અને લાજપોર જેલના બે સિપાહીઓની મદદથી હત્યારા સુધી પહોંચવામાં મહત્વની કડી મળી હતી અને એક પછી એક આઠ હત્યા અને દુષ્કર્મ સહીત અનેક ગંભીર ગુનાઓ આચરનાર આંતરરાજ્ય સિરિયલ કિલરના (serial killer) ગુનાઓની હારમાળા ખુલતા પોલીસ (Valsad Police) ચોંકી ઉઠી હતી. આ સમ્રગ આરપરેશન પાર પાડનાર ટીમનું ગાંધીનગરમાં ગુહ રાજ્યમંત્રી અને રાજ્ય પોલીસ વડાના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું, સાથે 12 લાખ રોકડ ઈનામ આપી પોત્સાહીત પણ કરવામાં આવ્યા છે.

પ્રાપ્ત વિગતો અનુંસાર, થોડા સમય પહેલા વલસાડ જીલ્લા પોલીસે એક આંતરરાજ્ય સિરિયલ કીલરને ઝડપ્યા બાદ આ આરોપીએ અનેક હત્યા અને દુષ્કર્મની ધટનાઓને અંજામ આપ્યો હોવાનો ખુલાસો કરતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આરોપી વલસાડના પારડીમાં 19 વર્ષીય દિકરી સાથે દુષ્કર્મ અને હત્યા કરી ફરાર થઈ ગયો હતો. અનેક પ્રયાસ કરવા છતાં પોલીસને આરોપીનું પગેરુ મળતું ન હતું. તેવામાં ગુજરાત રેલવેના બે અને લાજપોર જેલના બે જવાનોને મહત્વની કડી મળતા અનેક હત્યાનો ભેદ ઉકેલાયો હતો. આ ઓપરેશનમાં રાત-દિવસ મહેનત કરનાર પુરી ટીમનું ગાંધીનગરમાં ગુહ રાજ્યમંત્રી હર્ષ સંધવી અને રાજ્ય પોલીસ વડાના હાથે સન્માન કરી 12 લાખ રોકડ પણ આપવામાં આવી છે. જેમાં હત્યારા સુધી પહોંચવામાં મહત્વની કડી શોધવામાં મદદરૂપ થનાર લાજપોર જેલના બે જેલ સિપાહી અને ગુજરાત રેલવે પોલીસના બે પોલીસ જવાનને પણ 1-1 લાખનું ઇનામ આપી ખાસ સન્માનિત કરાયા છે.

- Advertisement -

કાર્યક્રમમાં હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, “કર્ણાટક, પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને ગુજરાત સહીત કુલ છ ગુનાઓ આચર્યા હોવાની કબુલાત કરનાર આ સિરિયલ કિલરે વધુ બે હત્યાના ગુનાઓની કબુલાત પોલીસ પુછપરછ દરમિયાન કરી છે. આરેપીએ દુષ્કર્મ અને હત્યા જેવા ગંભીર આઠ ગુનાઓ ઉપરાંત ગુનેગારે ટ્રક ચોરી, આર્મ્સ એકટ, સરકારી કર્મચારી પર હુમલા જેવા અન્ય 13થી વધુ ગુનાઓ આચર્યા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. ગુજરાત પોલીસે આ સિરિયલ કિલરને ન પકડ્યો હોત તો હજુ ક્યાં-ક્યાં જઇને આ કિલર ગુનાઓ આચરતો તે કહેવુ અને અંદાજ લગાવવો પણ મુશ્કેલ હતો. આ રાજ્યોમાં દિકરીઓને પીંખી નાંખીને હત્યા કરનાર આ ગુનેગાર જો પહેલા જ ગુનામાં પકડાઇ ગયો હોત કે તેને હ્યુમન ગ્રાઉન્ડ ઉપર જામીન ન મળ્યા હોત તો આજે આપણી ગુજરાતના પારડી 19 વર્ષિય દિકરી સુધી તે પહોંચી શક્યો ન હોત. ખુબ જ ટુંકા સમયમાં આ ગુનેગારની ચાર્જશીટ કરી તેને ફાંસીની સજા થાય તે રીતે સજ્જડ પુરાવાઓ જોડી કડક કાર્યવાહી કરવામાં આવશે.”

પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો

  1. અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
  2. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  3. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  4. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  5. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  6. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  7. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular