નવજીવન ન્યૂઝ, અમદાવાદ : મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધની અસર રસોડા સુધી પહોંચી છે. દેશમાં આવી રહેલાં ગેસ સપ્લાય પર તેની અસર વર્તાઈ છે સાથે જ અફવાના કારણે લોકોએ ગેસ સિલિન્ડર મેળવવા પડાપડી કરી રહ્યાં છે. ગેસની કાળાબજારી કરતા તત્વો પણ આ મોકોનો લાભ લેવા સક્રિય થઈ જતાં પોલીસ પણ ફરી ધંધે લાગી ગઈ છે. કોરોનાકાળમાં સક્રિય થયેલાં કાળાબજારીયાઓ સામે ગુજરાત પોલીસે (Gujarat Police) કાર્યવાહી કરી હતી.
અમદાવાદ જિલ્લામાંથી 155 સિલિન્ડર જપ્ત
અમદાવાદ-ધંધુકા હાઈવે પર આવેલી જયદીપ ગેસ એજન્સી ખાતે ધંધુકાના પ્રાંત અધિકારી અને પીઆઈએ સંયુક્ત રીતે તપાસ હાથ ધરી હતી. બાતમીના આધારે અમદાવાદ-ધંધુકા હાઈવે પૂજન આર્કેડ દુકાન નં.9માં તપાસ કરાતા 155 કૉર્મશિયલ સિલિન્ડર મળી આવ્યા છે. 19 ભરેલા અને 136 ખાલી એમ કુલ 155 કૉર્મશિયલ સિલિન્ડર (કિંમત 3.57 લાખ) કબજે કરાયા છે. કારણ કે, ગેસ સિલિન્ડર (Gas Cylinder) ના ધંધા સંબંધિત કોઈ યોગ્ય પુરાવા કે સંગ્રહ અંગેના દસ્તાવેજો દુકાન માલિક રજૂ કરી શક્યા નથી.
ઘરેલું સિલિન્ડરમાંથી ગેસ કોમર્શિયલમાં રિફિલ કરનારો પકડાયો
વડોદરા એસ.ઓ.જી. પીઆઈ અને તેમની ટીમને બાતમી મળી હતી કે, રામદેવ ગેસ એજન્સીનો ટેમ્પૉ ચાલક સાદુલ ભરવાડ ઘરેલું સિલિન્ડરમાંથી ગેસ કાઢીને કૉર્મશિયલ સિલિન્ડરમાં રિફિલ કરે છે. માહિતીના આધારે હરણી વિસ્તારના ન્યૂ વીઆઈપી રોડ પર રેવડીયા મહાદેવ મંદિર સામે ભરવાડ વાસ ખાતે પોલીસે દરોડો પાડ્યો હતો. સાદુલ ભરવાડ ગ્રાહકોને ડિલિવર કરવાના 25 ઘરેલું સિલિન્ડર ઘરે લઈ જઈને કૉર્મશિયલ સિલિન્ડરમાં ગેસ ભરતા રંગે હાથ ઝડપાયો હતો.
અમદાવાદ પોલીસે લોકોનું ગેસ બુકિંગ કરાવી આપ્યું
ગેસ સિલિન્ડરનું ઑનલાઈન બુકિંગ પૉર્ટલ પાંચેક દિવસથી બંધ હતું. જેથી અમદાવાદમાં અનેક ગેસ એજન્સીઓ ખાતે લોકોની લાઈનો લાગી હતી. નરોડાની એક ગેસ એજન્સી બહાર ભારે ભીડ થતાં પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. Naroda Police એ ભીડ ઘટાડવા લોકોની ચોપડીઓ લઈ જાતે બુકિંગ કરાવી તે પરત કરી હતી.
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








