નવજીવન ન્યૂઝ, ગાંધીનગર : ગાંધીનગર ગિફ્ટ સિટીમાં આવેલા શોભા ડ્રીમ હાઈટ્સ ટાવરના 23માં માળે એસઓજી ટીમે દરોડો પાડી 26 લાખનો હાઈડ્રૉપૉનિક ગાંજો જપ્ત કરી એકની ધરપકડ કરી છે. મૂળ મોરબીનો અંકિત કક્કડ છેલ્લાં કેટલાંક મહિનાઓથી GIFT City Gandhinagar ખાતે ભાડાનો વૈભવી ફલેટ રાખીને સોશિયલ મીડિયાની મદદથી ગાંજા વેચાણનું નેટવર્ક ચલાવતો હતો. ડભોડા પોલીસ સ્ટેશન (Dabhoda Police Station) ખાતે નોંધાયેલી ફરિયાદમાં અનિકેત રબારી નામના શખસને વૉન્ટેડ દર્શાવાયો છે.
ગિફ્ટ સિટીના લકઝુરિયસ ફલેટમાં પોલીસના દરોડા
ગાંધીનગર SOG PI એચ.આઈ. ભાટી અને તેમની ટીમે બાતમીના આધારે ગિફ્ટ સિટીના શોભા ડ્રીમ હાઈટ્સ ટાવરના 23માં માળે આવેલા ફ્લેટ નંબર 1235માં તાજેતરમાં દરોડો પાડ્યો હતો. રેડ દરમિયાન બેડરૂમમાં એક બેગમાં પડેલો 0.746 કિલોગ્રામ હાઈડ્રોપોનિક ગાંજો મળી આવ્યો હતો. પોલીસે અંકિત રાજેશભાઈ કક્કડ (ઉ.25 રહે. રાજકોટ મૂળ વતન મહેન્દ્રપરા,મોરબી) પાસેથી બે મોબાઈલ ફોન અને 4 હજારની રોકડ જપ્ત કરી હતી.
90 હજારના ભાડેથી ફ્લેટ રાખ્યો હતો
MBA નો અભ્યાસ કરનારા અંકિત કક્કડે ગિફ્ટ સિટીમાં ઇન્ટરનેશનલ કંપની Airbnb એપ્લિકેશન દ્વારા મહિને 90 હજાર ભાડું એટલે કે, પ્રતિદિન 3 હજાર ભાડાથી ફલેટ રાખ્યો હતો. અંકિત ભાડાનું પેમેન્ટ ગૂગલ પે દ્વારા ઑનલાઇન કરતો હતો. ગિફ્ટ સિટી વિસ્તારમાં રહેતા અને આવતા-જતા ગ્રાહકોને અંકિત નાની-નાની પડીકી બનાવી ગાંજો વેચતો હતો.
પ્રેમ અને ધંધો બંનેનું કનેક્શન વડોદરા
અંકિત કક્કડની પોલીસે ધરપકડ કરી ત્યારે પ્રાથમિક પૂછપરછમાં ગાંજાનો જથ્થો વડોદરા તાંદલજા મેક ડૉનાલ્ડસ બર્ગર પાસે અનિકેત રબારી પાસેથી લાવ્યો હતો. પોલીસે અનિકેત રબારીની શોધખોળ આરંભી છે. અંકિત કક્કડ તેના પરિવારથી અલગ રહે છે અને વડોદરાની એક યુવતીના પ્રેમમાં છે. આ યુવતીએ વકીલની મદદથી અંકિતને જામીન મુક્ત પણ કરાવી લીધો છે.
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








