Friday, April 24, 2026
HomeGeneralપેગાસસ જાસૂસી કાંડઃ તપાસ સમિતિને અત્યાર સુધીમાં માત્ર બે જ લોકોએ આપ્યા...

પેગાસસ જાસૂસી કાંડઃ તપાસ સમિતિને અત્યાર સુધીમાં માત્ર બે જ લોકોએ આપ્યા ફોન

- Advertisement -

નવજીવન ન્યૂઝ.નવીદિલ્હી: ઇઝરાયલની કંપની NSOના પેગાસસ સ્પાયવેર દ્વારા સરકાર દ્વારા રાજકારણીઓ, પત્રકારો અને કાર્યકરો પર જાસૂસીની તપાસ કરતી સુપ્રીમ કોર્ટની સમિતિને અત્યાર સુધીમાં માત્ર બે લોકોએ તેમના મોબાઇલ સુપરત કર્યા છે. કમિટીએ લોકોને છેલ્લી તારીખ 8 ફેબ્રુઆરી સુધીમાં મોબાઈલ તપાસ માટે સોંપી દેવા અપીલ કરી છે. એવું લાગી રહ્યું છે કે જાસૂસી વિશે અવાજ ઉઠાવનારાઓ તેની તપાસથી દૂર રહી રહ્યા છે.ત્યારે અહી સવાલ એ ઉઠી રહ્યો છે કે શું વિપક્ષ પણ આક્ષેપો કરીને તપાસથી દૂર રહેવા માંગ છે ?


વિપક્ષ અને અન્ય ઘણા સંગઠનો આ પેગાસસ જાસૂસી કેસને લઈને દેશમાં ભારે હોબાળો મચાવી રહ્યા છે. પરંતુ ઉચ્ચ સ્તરીય તપાસમાં મદદ કરવા આગળ નથી આવી રહ્યા. ફરિયાદોની તપાસ માટે તપાસ સમિતિને મોબાઈલ ફોનની જરૂર હોય છે. અગાઉ 7 જાન્યુઆરીએ મોબાઈલ આપવા માટેની છેલ્લી તારીખ હતી. તેને 8 ફેબ્રુઆરી સુધી લંબાવવામાં આવી છે. પરંતુ અત્યાર સુધી માત્ર બે લોકોએ જ તપાસ માટે તેમના ફોન કમિટીને આપ્યા છે.

- Advertisement -

સુપ્રીમ કોર્ટે મામલાની તપાસ માટે ત્રણ સભ્યોની કમિટીની રચના કરી છે. સમિતિનું કહેવું છે કે તેને અત્યાર સુધી તપાસ માટે માત્ર બે જ મોબાઈલ ફોન મળ્યા છે. સમિતિએ લોકોને તપાસ માટે તેમના ફોન સોંપવા માટે 8મી ફેબ્રુઆરી સુધીનો સમય આપ્યો છે. તપાસ સમિતિએ 3 ફેબ્રુઆરીએ જાહેર નોટિસ જારી કરીને લોકોને મોબાઈલ સોંપવાની અપીલ કરી હતી.

ગયા વર્ષે ફ્રેન્ચના એક પત્રકારોના જૂથે 50,000 ફોન નંબરોની લીક થયેલી યાદી બહાર પાડી હતી. આ નંબરો વિશ્વભરમાંથી નોંધવામાં આવ્યા હતા. જે ઇઝરાયેલી કંપની NSOના પેગાસસ સ્પાયવેરના ગ્રાહકો દ્વારા મોનિટર કરવામાં આવ્યા હતા. તેમાં ભારતના કેટલાક લોકોના નામ હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. આ અંગે વિપક્ષ અને અન્ય સંગઠનો દ્વારા ભારે હોબાળો થયો હતો. ભૂતકાળમાં આવેલા અન્ય એક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારત સરકારે પણ આ સ્પાયવેર ખરીદ્યું છે. સરકારે આ વાતને નકારી કાઢી છે અને કહ્યું છે કે આ મામલાની સુપ્રીમ કોર્ટ કમિટી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.


તપાસ સમિતિમાં ગાંધીનગર સ્થિત યુનિવર્સિટી ઓફ ફોરેન્સિક સાયન્સના ડીન નવીન કુમાર ચૌધરી, કેરળના અમૃતા વિશ્વ વિદ્યાપીઠમના પ્રોફેસર પ્રભાહરન પી અને IIT બોમ્બે ખાતે સંસ્થાના પ્રમુખ અને સહયોગી પ્રોફેસર અશ્વિન અનિલ ગુમાસ્તેનો સમાવેશ થાય છે.

- Advertisement -

આઈટી મંત્રી વૈષ્ણવે કહ્યું હતું- ભારતને બદનામ કરવાનું ષડયંત્ર છે.
પેગાસસ કેસમાં હંગામો થતાં 19 જુલાઈ, 2021 ના ​​રોજ, કેન્દ્રીય IT મંત્રી અશ્વિની વૈષ્ણવે સંસદમાં અહેવાલોને નકારી કાઢ્યા હતા. જેમાં કહેવામાં આવ્યું હતું કે કેન્દ્ર સરકારે પત્રકારો, સામાજિક કાર્યકરો, વિપક્ષી નેતાઓ અને મંત્રીઓના ફોન હેક કરવા અને જાસૂસી કરવા માટે પેગાસસ સ્પાયવેરનો ઉપયોગ કર્યો હતો.વૈષ્ણવે જાસૂસી કેસને ભારતીય લોકતંત્ર અને બંધારણીય સંસ્થાઓને બદનામ કરવાનું ષડયંત્ર ગણાવ્યું હતું.


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

- Advertisement -

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular