Friday, April 24, 2026
HomeGeneralપંચમહાલ: ગોધરા-દાહોદ હાઈવે માર્ગ પર આવેલા સાકલી ગામ પાસે ખાનગી બસ-બાઈક વચ્ચે...

પંચમહાલ: ગોધરા-દાહોદ હાઈવે માર્ગ પર આવેલા સાકલી ગામ પાસે ખાનગી બસ-બાઈક વચ્ચે અકસ્માત, ત્રણના મોત

- Advertisement -

નવજીવન ન્યૂઝ.પંચમહાલ: પંચમહાલ જીલ્લાના ગોધરા દાહોદ હાઈવે પર આવેલા સાકલી ગામ પાસે બાઈક અને ખાનગી બસ વચ્ચે થયો છે. આ ગમખ્વાર અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયાના અહેવાલ પ્રાપ્ત થયા છે. જ્યારે અન્ય બે ઘાયલ બાળકોને ૧૦૮ દ્વારા ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા છે.




પંચમહાલ જીલ્લાના ગોધરા-દાહોદ બાયપાસ હાઇવે માર્ગ પર સાકલી ગામ પાસે સાંજે ઇન્દોરથી અમદાવાદ તરફ જતી ખાનગી બસ અને બાઈક વચ્ચે અકસ્માતની ઘટના બની છે. જેમા બાઈક પર સવાર ત્રણ લોકોના મોત થયા છે. આ અકસ્માતમાં એક મહિલા,એક પૂરૂષ,અને એક કિશોરીનું મોત નીપજયું છે. ઘાયલ થયેલા બે બાળકોને ગોધરા સિવીલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. મૃતકો બોડીદ્રા ગામના હોવાની પ્રાથમિક માહીતી મળી રહી છે.


- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

- Advertisement -

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular