નવજીવન ન્યૂઝ. પાટણ: Patan News: ગુજરાતમાં ઉનાળાની શરૂઆત થતાં જ વાહનોમાં આગ લાગવાના બનાવ સામે આવી રહ્યા છે. ત્યારે ગઈકાલે પાટણમાં (Patan) મોડી રાત્રે હાઈવે પરથી પસાર થઈ રહેલો એક ટ્રેલર ટ્રક ડિવાયડર સાથે અથડાયા (Truck Accident on Highway) બાદ ટ્રકમાં આગ લાગી હતી. જોતજોતામાં જ આખો ટ્રક આગની ચપેટમાં આવી ગયો હતો. આ આગ એટલી ઝડપથી પ્રસરી ગઈ કે ટ્રક ચાલકને કેબીનમાંથી નીકળવાનો સમય પણ ન મળ્યો અને તે કેબિનમાં જ જીવતો સળગી ગયો. જ્યારે આ ટ્રકમાં સવાર ક્લિનરનો હજી સુધી કોઈ પતો નથી.
પ્રાપ્ત વિગત અનુસાર, રાજસ્થાનના જયપુરથી રાજેન્દ્રકુમાર નામનો વ્યક્તિ ટ્રેલર ટ્રકમાં કપચી ભરીને કચ્છ તરફ જઈ રહ્યો હતો. ત્યારે ગઈકાલ રાત્રીના સમયે પાટણ-રાધનપુર હાઈવે પરથી ટ્રક પસાર થઈ રહ્યો હતો, તે દરમિયાન રાધનપુરના મોટી પિપળી ગામ નજીક ટ્રકમાં અકસ્માત બાદ આગ લાગવાનો બનાવ બન્યો હતો. ટ્રક નજીકના ડિવાયડર સાથે અથડાયા બાદ ટ્રકમાં ભીષણ આગ લાગી હતી. જોતજોતામાં આ આગ આખા ટ્રકમાં ફરી વળી હતી. આગે વિકરાળ રૂપ ધારણ કરતાં ટ્રક ડ્રાઈવરને કેબિનમાંથી બહાર નીકળવાનો પણ સમય મળ્યો ન હતો.
ટ્રકમાં આગ લાગવાનો બનાવ સામે આવતા રાધનપુર નગપાલિકાનો ફાયર વિભાગ દોડતો થયો હતો. ફાયર વિભાગે સ્થળ પર પહોંચીને આગ પર કાબુ મેળવ્યો હતો. ફાયર વિભાગ આગ પર કાબુ મેળવે તે પહેલા જ ટ્રક ડ્રાઈવર જીવતો ભડથું થયો હતો. સમગ્ર ઘટનાની જાણ રાઘનપુર પોલીસને કરવામાં આવતા પોલીસ કાફલો પણ સ્થળ પર આવી પહોંચ્યો હતો. ડ્રાઈવરના મૃતદેહને ભારે જેહમત બાદ ટ્રકમાંથી બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો. જ્યારે ટ્રકના ક્લિનરનો હજુ સુધી કોઈ સંપર્ક થયો નથી. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
TAG: Patan News, Patan Highway Accident, Truck trailer Accident in Radhanpur
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








