Friday, December 1, 2023
HomeGujaratAhmedabadએરપોર્ટ પર પણ મુસાફરોનો સમાન સુરક્ષિત નથી? મુસાફરની બેગમાથી 5 લાખના સામાનની...

એરપોર્ટ પર પણ મુસાફરોનો સમાન સુરક્ષિત નથી? મુસાફરની બેગમાથી 5 લાખના સામાનની ચોરી

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: Ahmedabad News: બસમાં અને રેલવેમાં મુસાફરી દરમિયાન સામાન અને દાગીનાની ચોરી થવી નવી વાત નથી. બસ સ્ટેશન અને રેલવે સ્ટેશન પર ઉતારનારા અનેક મુસાફરો સામાન તથા દાગીના ચોરાઈ જવાની ફરિયાદ કરે છે, ત્યારે એરપોર્ટ પરથી કોઈ મુસાફરનો સામાન અથવા માલમત્તાની ચોરી થવાની વાત સામે આવે ત્યારે સ્વાભાવિક રીતે જ એરલાઈન્સ તેમજ તંત્રની કામગીરી પર સવાલ ઉભા થાય છે. આવી જ એક ઘટના પાટીદાર મુસાફર સાથે બની હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે.

મળતી વિગત અનુસાર, નિકુંજ પટેલ નામનો યુવક મલેશિયાથી વિયેટજેટની ફ્લાઈટમાં અમદાવાદ એરપોર્ટ (Ahmedabad Airport) પર ઉતાર્યો હતો. અમદાવાદ એરપોર્ટ પર લેન્ડ થયા બાદ પોતાની લગેજ લેવા કન્વેયર બેલ્ટ પાસે ગયો હતો. કન્વેયર બેલ્ટ પરથી ઉઠાવેલી બેગ ખુલ્લી હતી, જેથી નિકુંજ પટેલને શંકા ગઈ હતી. તરત જ બેગ ખોલીને ચેક કરતાં તેઓ ચોંકી ઉઠ્યા હતા. તેઓની બેગમાંથી ત્રણ દેશની કરન્સી, તેમજ સોનાના દાગીના સહિતના કિંમતી સમાન મળીને કુલ પાંચ લાખની ચોરી (Theft) થઇ હતી. ચોરીને પગલે તાત્કાલિક નિકુંજ પટેલે એરલાઈન્સનો સંપર્ક કર્યો હતો. પોલીસને પણ ફોન કરીને બોલાવવામાં આવી હતી. ચોરી વિષે વાત કરતાં નિકુંજ પટેલે કહ્યું કે, બેગમાં સિંગાપોર, થાઇલેન્ડ, મલેશિયાની 3 લાખની કરન્સી અને રૂપિયા 50 હજારની ઈન્ડિયન કરન્સીની નોટો મૂકી હતી. જ્યારે 1.50 લાખની કિંમતનો સોનાનો દોરો પણ હતો. મલેશિયાથી નવ બેગ ચેક ઈન કરાવવાની વાત પણ તેમણે કરી હતી.

- Advertisement -

કન્વેયર બેલ્ટ પરથી સામાન લીધા બાદ સફેદ બેગમાંથી બેલ્ટ બહાર દેખાતા બેગ ચેક કરતાં ખબર પડી હતી કે, બેગમાંથી કિંમતી સામાનની ચોરી થઈ છે. એરલાઇન્સ અને નિકુંજ પટેલની ફરિયાદને પગલે એરપોર્ટ પરના સીસીટીવી ચેક કરવાની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે ત્યારે એ સવાલ થાય છે કે, એરપોર્ટ જેવી જગ્યા પર કડક અને ચુસ્ત પોલીસ મોનીટરીંગ હોવા છતાં મુસાફરોના સામાનની ચોરી કરવી એટલી સરળ વાત છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ બે માસ પહેલા પણ અમદાવાદની એક 61 વર્ષીય મહિલાના પેસેન્જર હેન્ડબેગમાંથી 10 તોલા સોનાના દાગીનાની ચોરી થઈ હતી.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular