નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ સર્જાવાની સાથે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદને (Heavy Rain) પગલે પૂર જેવી સ્થિતિ ઉભી થઈ છે. વરસાદી પાણીથી ઊભા પાકને પારાવાર નુકસાન થવાની સાથે નીચાણવાળા વિસ્તારોમાં લોકોને અન્ય જગ્યાએ સ્થળાંતર કરવાની નોબત આવી છે. અંકલેશ્વર અને ભરૂચ (Bharuch) જેવા શહેરોમાં પણ પૂર (Flood) જેવી સ્થિતિ નિર્માણ થઈ છે, ત્યારે કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા મનિષ દોશીએ આ પૂર નિર્માણની સ્થિતિ માનવ સર્જીત હોવાની તથા અધિકારીઓની મેનેજમેન્ટની લાપરવાહીના કારણે આ પરિસ્થિતી ઉભી થઈ છે તેવો ગંભીર આક્ષેપ કર્યો છે.
હવામાન વિભાગની આગાહી મુજબ, લાંબા ગાળાના વિરામ બાદ છેલ્લા ત્રણ દિવસથી સમગ્ર ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે, ત્યારે રાજ્યના કેટલાક જીલ્લાઓ અને શહેરોમાં જળબંબાકાર જેવી સ્થિતિ ઊભી થઈ છે. ભરૂચ અને અંકલેશ્વર તેમજ નીચાણવાળા વિસ્તારમાં પણ ભારે વરસાદને પગલે પાણી ફરી વળ્યા છે. ખેડૂતોના ઊભા પાકને પારાવાર નુકસાની પણ સામે આવી રહી છે. ત્યારે પૂર જેવી આ પરિસ્થિતિ કુદરતી રીતે નહીં પરંતુ અધિકારીઓની લાપવાહીના કારણે સર્જાઈ છે, તેમ કોંગ્રેસ પ્રદેશ પ્રવક્તા મનીષ દોશીએ એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા જણાવ્યું હતું.
મનીષ દોશીએ પ્રેસ કોન્ફરન્સને સંબોધતા વધુમાં જણાવ્યું હતું કે, આ પૂર જેવી સ્થિતિ પ્રથમ દૃષ્ટિએ કુદરતી આપત્તિ લાગે છે પણ ખરેખર તે માનવ સર્જીત આપત્તિ છે. હવામાન વિભાગે 14 તારીખથી સતત ત્રણ દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરી હતી. નર્મદા સરોવરની મહત્તમ સપાટી 138 મીટર જેટલી છે. મધ્યપ્રદેશના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ થઈ રહ્યો હોવાથી 16 તારીખ જ પાણીનો જથ્થો સતત સરદાર સરોવરમાં ઠલવાઈ રહ્યો છે, ત્યારે સંચાલન કર્તાઓએ પાણીની આવકનું યોગ્ય સંચાલન કર્યું નથી જે ગંભીર પ્રકારની બેદરકારી કહી શકાય. સેન્ટ્રલ વોટર કમિશન દ્વારા સરદાર પરિયોજનાને દર કલાકે વરસાદના આંકડા મોકલવામાં આવે છે. ત્યારે યોગ્ય માત્રામાં પાણી છોડવાની જગ્યાએ એકસાથે 18 લાખ ક્યૂસેક પાણી છોડાતાં એકસાથે ત્રણ જીલ્લાઓમાં પાણી ફરી વળ્યા હતા. જે ત્રણ જીલ્લાઓમાં પાણી ફરી વળ્યા છે. ત્યાં માલ સામાનને પારાવાર નુકસાન થયું છે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, સૌરાષ્ટ્રના ખેડૂતોને જ્યારે પાણીની તાતી જરૂરિયાત હતી, ત્યારે ખેતી માટે પાણી પૂરું પાડવામાં ન આવ્યું. યોગ્ય સંચાલનના અભાવે પાણી દરિયામાં વહી ગયું જે પણ અધિકારીઓની બેદરકારીનો એક દાખલો કહી શકાય. આ સાથે જ મનીષ દોષીએ ફરજમાં લાપરવાહી દાખવવા બદલ જવાબદાર અધિકારીઓએ પર કાયદાકીય પગલાં લેવાની પણ માગ કરી છે. તથા જે લોકોના જાણ માલનું નુકસાન થયું છે તેમણે વળતર ચૂકવવાની પણ માંગ કરી છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796