Tuesday, May 26, 2026
HomeNationalસંસદમાં હોબાળા બદલ વધુ 33 સાંસદો પર કાર્યવાહી, સ્પીકરે સાંસદોને શિયાળુ સત્ર...

સંસદમાં હોબાળા બદલ વધુ 33 સાંસદો પર કાર્યવાહી, સ્પીકરે સાંસદોને શિયાળુ સત્ર માટે કર્યા સસ્પેન્ડ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: 13 ડિસેમ્બરના રોજ સંસદ ભવનમાં એક યુવતી સહિત ચાર યુવકો ઘૂસી આવ્યા હતા. જેમાં બે યુવકોએ દર્શક ગેલેરીમાંથી સંસદની અંદર પ્રવેશી ગેસ બોમ્બનો ઉપયોગ કર્યો હતો. જો કે સંસદમાં હાજર સાંસદોએ યુવકને પકડી પાડ્યો હતો અને સુરક્ષાકર્મીઓને હવાલે કર્યો હતો. કોઈ વ્યક્તિ સંસદ સુધી પહોંચે અને તેમાં પણ સંસદ ભવનની કાર્યવાહીમાં વિક્ષેપ કરી શકે તે સુરક્ષાની મોટી ચૂક કહી શકાય. સંસદની સુરક્ષામાં થયેલી સુરક્ષામાં થયેલી ચૂક મામલે વિપક્ષી સાંસદોએ સંસદમાં હંગામો મચાવ્યો હતો. ત્યારે આજે સંસદની કાર્યવાહી દરમિયાન સંસદમાં હંગામો મચાવવા બદલ સ્પીકર ઓમ બિરલાએ સાંસદોને સસ્પેન્ડ કર્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, સંસદમાં હાલ શિયાળુ સત્ર ચાલી રહ્યું છે. ગયા અઠવાડિયે સંસદમાં પ્રવેશી સ્મોક બોમ્બ ફોડનાર યુવકોને પકડી પાડવામાં આવ્યા હતા અને સુરક્ષાકર્મીઓને સોંપવામાં આવ્યા હતા. એક યુવતી સહિત ત્રણ યુવકોની પોલીસે આકરી પૂછપરછ કરી હતી અને તેમની સામે UAPA હેઠળ ગુનો નોંધ્યો હતો. પણ સંસદની સુરક્ષામાં થયેલી ચૂક મામલે વિપક્ષી સાંસદોએ સંસદમાં હંગામો મચાવ્યો હતો. સંસદના સ્પીકર ઓમ બિરલાએ સાંસદોને શાંત પાડવાનો પ્રયાસ કયો હતો, પણ સાંસદોએ સુરક્ષા મામલે સવાલ ઉઠાવતા આખરે 33 જેટલા વિપક્ષી સાંસદો પર કાર્યવાહી કરવામાં આવી હતી.

- Advertisement -

સ્પીકર ઓમ બિરલાએ 33 સાંસદોને શિયાળુ સત્ર માટે સસ્પેન્ડ કર્યા છે. હવે સસ્પેન્ડ થયેલા 33 સાંસદો શિયાળુ સત્રમાં ભાગ લઈ શકશે નહીં. જેમાં AITCના 8, DMKના 9, IUMLના 2, INCના 11 તેમજ JDU અને RSPના એક એક સાંસદોનો સમાવેશ થાય છે. સસ્પેન્ડ થયેલા સાંસદોમાં કોંગ્રેસ સાંસદ અધીર રંજન ચૌધરી તેમજ ગૌરવ ગોગોઈ જેવા નેતાઓનો પણ સમાવેશ થાય છે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular