Tuesday, May 26, 2026
HomeNationalએક-એક રૂપિયાનો હિસાબ આપીશ, કોંગ્રેસ સાંસદ ધીરજ સાહુએ આપી પહેલી વાર પ્રતિક્રિયા

એક-એક રૂપિયાનો હિસાબ આપીશ, કોંગ્રેસ સાંસદ ધીરજ સાહુએ આપી પહેલી વાર પ્રતિક્રિયા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. રાંચી: ઝારખંડ કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ ધીરજ સાહુ પ્રસાદના (Dhiraj Prasad Sahu) બંગલામાંથી કરોડો રૂપિયાની રોકડ મળી આવી છે. આવક વેરા વિભાગે શરૂ કરેલું સર્ચ ઓપરેશન (IT Raid) ત્રણ દિવસ કરતાં વધુ ચાલ્યું હતું. જેમાં સાંસદ ધીરજ સાહુના બંગલામાંથી તેમજ તેમના પરિવારજનોના ઘરેથી 300 કરોડ કરતાં વધુની રોકડ મળી આવી છે. સાંસદ ધીરજ સાહુ પાસેથી મળી આવેલા કરોડો રૂપિયા મામલે ભાજપ નેતાઓ દ્વારા કોંગ્રેસ (Congress) પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા. ITની રેડમાં કોંગ્રેસ સાંસદ પાસેથી કરોડોની રોકડ મળ્યા બાદ કોંગ્રેસનાં નેતાઓ દ્વારા કોઈ જ પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું ન હતું. ત્યારે IT દ્વારા જપ્ત કાવામાં આવેલા કરોડોની રોકડ બાદ આજે કોંગ્રેસ સાંસદ ધીરજ સાહુએ પહેલી વાર ITએ જપ્ત કરેલી રોકડ અંગે પ્રતિક્રિયા આપી છે.

ઝારખંડ કોંગ્રેસના સાંસદ ધીરજ સાહુ પ્રસાદના બંગલામાં આવક વેરા વિભાગે દરોડા પાડતા કરોડો રૂપિયાની રોકડ મળી આવી છે. આવકવેરા વિભાગ દ્વારા ધીરજ સાહુના બંગલા તેમજ તેમના નજીકના સ્વજનોને ત્યાં દરોડા પાડવામાં આવતા 300 કરોડથી પણ વધારે રકમ મળી છે. તેમજ 4 બેગ ભરેલા સોનાના દાગીના પણ મળી આવ્યા હતા. આવકવેરાના દરોડા દરમિયાન મળી આવેલી રોકડ લઈ જવા માટે અનેક ગાડીઓ બોલાવવી પડી તથા બેંકમાં રોકડ ગણવા માટેના મશીનો બંધ પડી ગયા. સાંસદ ધીરજ સાહુ પાસેથી મળી આવેલી આટલી મોટી કરોડોની રોકડ તથા દાગીના મામલે ભાજપ નેતાઓ દ્વારા કોંગ્રેસ પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા. ભાજપ નેતાએ કોંગ્રેસ પાર્ટીને ભ્રષ્ટાચારની મુર્તિ પણ કહી હતી. ત્યારે કોંગેસ સાંસદ ધીરજ સાહુ પહેલીવાર મીડિયા સામે આવ્યા છે અને રોકડ અંગે ખુલાસા કર્યા છે.

- Advertisement -

મીડિયા સાથે વાત કરતાં કોંગ્રેસ સાસદ ધીરજ સાહુએ કહ્યું કે, જે રકમ IT દ્વારા પકડવામાં આવી છે તે મારા પરિવારની છે. અમારો પરિવાર 100 વર્ષ જેટલા સમયથી દારૂના ધંધા સાથે સંકળાયેલો છે. વધુમાં સાંસદ સાહુએ કહ્યું કે, મોટાભાઈ પણ બે વાર સાંસદપદે રહી ચૂક્યા છે અને અનેક શાળા કોલેજો બનાવી લોકોની સેવા કરી છે. ITએ કરેલી રેડ અંગે પહેલી વાર પ્રતિક્રિયા આપી રહેલા સાંસદ સાહુએ કહ્યું કે, IT દ્વારા પણ પકડવામાં આવેલી રકમ બિનહિસાબી હોવાની વાત કરવામાં આવી નથી. તમામ રકમ કાયદેસરની છે. હું એક એક રૂપિયાનો હિસાબ આપીશ.

આ પ્રકારે સાંસદ ધીરજ સાહુએ ITએ જપ્ત કરેલી 300 કરોડથી વધારે રોકડ અંગે સ્પષ્ટતા કરતાં કહ્યું છે કે, જે રકમ IT દ્વારા પકડવામાં આવી છે તે કાયદેસરની છે અને તેમના જ લીકર ફર્મની છે. હવે જોવાનું રહ્યું કે ITની તપાસમાં આટલી મોટી રકમ અંગે કેવા પ્રકારની સ્પષ્ટતા કરવામાં આવે છે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular