Thursday, April 16, 2026
HomeGujaratIPS લીના પાટીલને મળી પંચમહાલમાં આવી વિદાયઃ જુઓ Video

IPS લીના પાટીલને મળી પંચમહાલમાં આવી વિદાયઃ જુઓ Video

- Advertisement -

નવજીવન ન્યૂઝ.પંચમહાલઃ 77 IPS ઓફીસર્સની બદલીના આદેશ કરવામાં આવ્યા છે. જેમાં પંચમહાલ જિલ્લા પોલીસવડા ડો.લીના પાટીલની પણ બદલી કરવામા આવી છે. જેમની ભરૂચ જિલ્લાના પોલીસ વડા તરીકે બદલી કરવામાં આવી છે. ત્રણ વર્ષ આઠ મહિનાના તેમના ફરજકાળ દરમિયાન જિલ્લામાં કાયદો અને વ્યવસ્થામાં અનેક સુધારા કર્યા હતા. જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે યોજવામાં આવેલા વિદાય સભારંભમાં જિલ્લાના પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ, તેમજ ગોધરા શહેરના વિવિધ સમાજના અગ્રણીઓ, રાજકીય અગ્રણીઓ હાજર રહ્યા હતા.




પંચમહાલ જિલ્લા પોલીસવડા ડો.લીના પાટીલની ભરૂચ ખાતે બદલી કરવામાં આવી હતી. જિલ્લા પોલીસ હેડકવાર્ટર ખાતે પોલીસ પરિવાર દ્વારા વિદાય સભારંભ રાખવામા આવ્યો હતો. જિલ્લા પોલીસવડા ડો.લીના પાટીલને અનોખી રીતે વિદાય આપવામા આવી હતી. જેમાં પોલીસ હેડ કવાર્ટરના મુખ્ય ગેટ સુધી તેમની ગાડીને પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ દોરડા વડે ખેંચી હતી.



વિદાય સભારંભ કાર્યક્રમમાં જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક સી.સી.ખટાણા, નગરપાલિકા પ્રમુખ સંજય સોની, જિલ્લા પંચાયત પ્રમુખ કામીનીબેન સોલંકી, જિલ્લા ભાજપ પ્રમુખ અશ્વિન પટેલ સહિત કોંગ્રેસના અગ્રણીઓ, શહેરના વિવિધ સમાજના હોદ્દેદારો, પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા. તેમનું પુષ્પગુચ્છ, તેમજ ભેટ આપીને સન્માન કરવામા આવ્યું હતું. સૌ કોઈ ઉપસ્થિતોએ તેમના ત્રણ વર્ષ અને આઠ મહિનાના કાર્યકાળની પણ કામગીરીની સરાહનાર કરી હતી. કોરોનાકાળની વિપરીત પરિસ્થિતિમાં તેમની કામગીરી કાયદો અને વ્યવસ્થા, તેમજ ગેરકાયદેર પશુઓની હેરાફેરી કરનારાઓ તેમજ દારૂની હેરાફેરી કરનારાઓ સામે કડક પગલા લીધા હતા. પંચમહાલ પોલીસવડા દ્વારા ભાવભરી વિદાય આપતા ડો.લીના પાટીલ પણ ભાવવિભોર બન્યા હતા.

- Advertisement -


- Advertisement -




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular