Saturday, June 3, 2023
HomeGeneralપામોલીનના ભાવ એક વર્ષ અગાઉ રૂ. ૧૩૧ સામે હજુ પણ ૯.૭૦ ટકા...

પામોલીનના ભાવ એક વર્ષ અગાઉ રૂ. ૧૩૧ સામે હજુ પણ ૯.૭૦ ટકા ઉપર

- Advertisement -

છેલ્લા પાંચમાંથી ચાર સપ્તાહ સુધી ખાદ્યતેલના ભાવ સતત ઘટયા
ભારતમાં વપરાતા પાંચ પ્રકારના ખાદ્યતેલોના ભાવ વિક્રમ ઊંચાઈએથી ૭.૮૩ ટકા ઘટયા

ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ. મુંબઈ): ઇન્ડોનેશિયામાં સ્થાનિક અને નિકાસબર ક્રૂડ પામ ઓઇલનો જથ્થો ખૂબ વધી જતા ભાવ જૂન ઊંચાઈએથી ૩૦ ટકા ઘટી આવ્યા છે. જૂનમાં સીપીઓના ભાવ ટન દીઠ ૨૧૦૦ ડોલરની ઊંચાઈએ ગયા હતા, તે હાલમાં ઘટીને ૯૫૦ ડોલર આસપાસ બોલાય છે. મલેશિયન પામોઈલ કાઉન્સિલ મંગળવારે એવા ઈરાદા સાથે મળનાર છે, જેમાં નિકાસ અને પામઓઇલના ભાવ પર વ્યાપક અસર ઊભી કરી શકાય.

- Advertisement -

ગત સપ્તાહાંતે બુરસા મલેશિયા ડેરિવેટિવ્ઝ એક્સ્ચેન્જ પર સપ્ટેમ્બર સીપીઓ વાયદો ૨૩ રીંગીટ વધીને ટન દીઠ ૪૧૬૩ રીંગીટ (૯૪૦.૭૯ ડોલર બોલાયો હતો. છેલ્લા એકજ સપ્તાહમાં ભાવ ૧૧.૬ ટકા ઘટયા હતા. ઇન્ડોનેશિયાથી નિકાસ વધશે અને જૂનમાં માલભરાવો વધી પડશે, એવા ભય વચ્ચે છેલ્લા પાંચમાંથી ચાર સપ્તાહ સુધી ભાવ સતત ઘટયા હતા. આ ગાળામાં, ભાવ પુન: પ્રત્યાઘાતી સુધારો દાખવવાનું શરૂ કરે તે અગાઉ ૪ જુલાઈએ ભાવ ૯.૯૮ ટકા ઘટીને, ૨૨ સપ્ટેમ્બરના તળિયે બેસી ગયા હતા. સીપીઓ વાયદામાં બારગેન (કસીને ભાવ કરવા) બાઈંગ શરૂ થતાં ભાવ નીચેથી પાછા ફરવા શરૂ થયા હતા. ડેલિયાન કોમોડિટી એક્સ્ચેન્જ પર સોયાતેલ ૩.૧ ટકા જ્યારે સીપીઓ ૪.૬ ટકા વધ્યા હતા.

વિશ્વના સૌથી મોટા પામોઈલ ઉત્પાદક મલેશિયા તરફથી ભાવ ઘટાડો અટકાવવાના નવા પ્રયાસો આરંભાતા ભાવને ફરીથી ટેકો મળવવાની પણ શક્યતા છે. બીજા છમાસિકમાં સ્થાનિક પામ ફ્રૂટના ખેડૂતોને ટેકારૂપ ભાવ અપાવવા ક્રૂડ પામ ઓઇલના ભાવ વધારવા ડીઝલમાં વર્તમાન ૩૦ ટકા પામોઈલ મિશ્રણ કરવાની ૩૦ ટકા મર્યાદા વધારીને ૩૫ થી ૪૦ ટકા કરવાના પ્રયાસો આરંભાયા છે. ઇન્ડોનેશિયાથી નિકાસ હિસ્સો વધારવામાં આવતા મલેશિયા સાથેની સ્પર્ધામાં પણ વધારો થશે, કારણ કે ચીન અને ભારત જેવા મોટા આયાતકારો ઇન્ડોનેશિયાથી વધુ આયાત કરે છે.

વિશ્વના સૌથી મોટા પામોઈલ ઉત્પાદક દેશ ઈન્ડોનેશિયા પોતાના વધુ પડતાં માલ ભરાવાને હળવો કરવા સૂચિત નિકાસ કવોટા વધારતા મલેશિયાના નિકાસકારોને તીવ્ર રસાકસીનો સામનો કરવાનો આવશે. દરમિયાન અહેવાલ એવા છે કે મલેશિયાની કેટલીક પામઓઇલ મિલોએ ઉત્પાદન અટકાવી દીધું છે, કારણ કે તેમને વર્તમાન સીપીઓ ભાવે પ્રત્યેક ૧૦૦ ટને ૧.૫ લાખ રીંગિટની નુકશાની ભોગવવાની આવે છે.

ભારતમાં વપરાતા પાંચ પ્રકારના ખાદ્યતેલો રાયડા, સનઓઈલ વનસ્પતિ, સોયા અને પામઓઈલના ભારતીય રિટેલ ભાવ બજારમાં વિક્રમ ઊંચાઈએથી મહત્તમ ૭.૮૩ ટકા ઘટયા છે. એક મહિના અગાઉં પામોલીનના હાજર ભાવ પ્રતિ કિલો ૧૫૬ હતા તે શુક્રવારે ઘટીને ૧૪૩.૮૧ બોલાયા હતા. અલબત્ત, એક વર્ષ અગાઉ આ જ સમયમાં ભાવ ૧૩૧ સામે હજુ પણ ૯.૭૦ ટકા ઉપર છે.

ભારત જગતમાં સૌથી મોટો ખધતેલ વપરાશકારોમાનો એક છે, તેની કૂલ માંગમાંથી ૬૦ ટકા આયાત કરવામાં આવે છે. રશિયાએ યુક્રેન પર ચઢાઈ કરી ત્યાર પછી અને ઈન્ડોનેશિયાએ નિકાસ પર અમુક સમય માટે પ્રતિબંધ મૂકી દીધો ત્યારથી ખાધતેલમાં તેજી જામી પડી હતી, જો કે એપ્રિલની ઐતિહાસિક ઊંચાઈએથી ભાવ સરેરાશ ૪૦ ટકા ઘટયા છે. નીચા ખાદ્યતેલના ભાવ જૂનથી ઘટવા શરૂ થયા હતા. તેની વ્યાપક અસર હવે પછી ફુગાવા રાહતમાં જોવા મળશે.

(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular