નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદમાં અનેક વખત શાળા અનેક શિક્ષકોની બેદરકારી ચર્ચાનો વિષય બનતો હોય છે. તેવામાં અમદાવાદમાં એક શાળાના શિક્ષકોની બેદરકારી સામે આવતા શિક્ષકોને પાઠ ભણાવવા માટે એક દિવસનો પગાર કાપવાનો આદેશ કરવામાં આવ્યો છે. શાસનાધિકારી દ્વારા શાળાની સરપ્રાઇઝ વિઝિટ લેતા સમગ્ર મામલો સામે આવ્યો હતો.
માહિતી અનુસાર, અમદાવાદમાં શાહીબાદ વિસ્તારમાં આવેલી હિન્દી સ્કૂલ નંબર 1માં એકમ કસોટીના પેપરની યોગ્ય ચકાસણી, લાઇટના વપરાશ અંગે બેદરકારી અને સ્વચ્છતાના અભાવના કારણે શાળાના તમામ શિક્ષકોનો એક દિવસનો પગાર કાપવાનો આદેશ કરવામાં આવ્યો છે. શાસનાધિકારીએ આ આદેશ સાથે શાળાના આચાર્ય અને શિક્ષકોને સ્કૂલની તમામ વસ્તુ અને તમામ દસ્તાવેજો સાચવવા સૂચના આપવામાં આવી છે.
શાહીબાગની હિન્દી માધ્યમ સ્કૂલ શાસનાધિકારી દ્વારા સરપ્રાઇઝ વિઝિટ લેવામાં આવી હતી. આ દરમિયાન શાળામાં સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો હતો. ઉપરાંત વિદ્યાર્થીઓ ન હોવા છતાં પણ તમામ પંખા ચાલુ હતા. શાળાનું કાર્ય નક્કી કરેલા સમયપત્રક અનુસાર ચાલતું ન હોવાના કારણે શિક્ષકોનો એક દિવસનો પગાર કાપવાનો આદેશ કરવામાં આવ્યો હતો. નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત થતાં જ શાળાઓમાં સફાઇ પર ખાસ ધ્યાન આપવા અને વરસાદની સિઝનમાં ઈલેક્ટ્રિક ઉપકરણો સાથે વિદ્યાર્થીઓ સીધા સંપર્કમાં ન આવે ઉપરાંત ઈલેક્ટ્રિક ઉપકરણોનો બિન જરૂરી ઉપયોગ ન કરવા માટે એક પરિપત્ર આપવામાં આવ્યો હતો.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








