નવજીવન ન્યૂઝ. ગાંધીનગર: Gandhinagar Fake PSI Case : ગઈકાલે સોમવારના રોજ AAPના નેતા યુવરાજસિંહ (Yuvrajsinh Jadeja) દ્વારા એક પત્રકાર પરિષદ બોલાવી નકલી પી.એસ.આઈ (Bogus PSI) કરાઈ એકેડમીમાં ટ્રેનિંગ (Karai Academy Training) લેતો હોવાની વિગતો જાહેર કરતા ચકચાર મચી ગઈ હતી. જ્યારે આ વિગતો સામે આવતા રાજ્ય પોલીસ વડા (DGP) અને કરાઈ એકેડમીના અધિકારીઓની કામગીરી પર પણ સવાલો પેદા થયા હતા. ત્યારે આ મામલે સત્તાવાર જવાબની રાહ જોવાઈ રહી હતી. એવામાં આજરોજ સાંજે આ મામલે કરાઈ એકેડમીના આચાર્ય દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે. જેના પરથી જણાય છે કે આવનારા દિવસોમાં યુવરાજસિંહ અને તેમના બાતમીદારોની મુશ્કેલી વધી શકે તેવી સ્થિતી નિર્માણ થઈ શકે છે.
ગઈકાલે યુવરાજસિંહે પોલીસ એકેડમીમાં બોગસ કાગળોથી ઘુસી ગયેલા પી.એસ.આઈ.ની માહિતી પત્રકારોને આપવામાં આવી હતી. ત્યારે કરાઈ એકેડમી દ્વારા આ મામલે પ્રેસનોટ જાહેર કરી સ્પષ્ટતા કરાવમાં આવી છે. જેમાં જણાવાયું છે કે, તારીખ 27ના રોજ એક રાજકીય વ્યક્તિ દ્વારા પત્રકારોને ગુજરાત પોલીસ અકાદમી કરાઈ ખાતે પી.એસ.આઈ.ની તાલીમમાં મયુરભાઈ લાલજીભાઈ તડવી કરાઈ ખાતે તાલીમ મેળવી રહ્યા છે, પરંતુ તેઓ પરિક્ષામાં પાસ થયા નથી. સાથે જ તેમણે કોઈ અધિકારી પાસેથી આ બાબત જાણી જોઈ બદઈરાદાથી પ્રગટ કરી આક્ષેપ કરી છે.
મહત્વની વાત છે કે આ એકેડમી દ્વારા જણાવાયું છે કે, હકિકત એ પ્રકારની છે કે ગુજરાત પોલીસ અકાદમી કરાઈ ખાતે હાલ 582 પી.એસ.આઈ.ની તાલીમ ચાલી રહી છે. જેમના ફેબ્રુઆરી માસના પગારના બીલ બનાવતી વખતે તેમને શંકા ઉપજી હતી કે મયુરકુમાર તડવી પરિક્ષા પાસ થયેલા ઉમેદવારોની યાદીમાં સામેલ નથી. જે મામલે ગંભીરતાથી તપાસ શરૂ કરવામાં આવી હતી. સાથે જ ખાનગી રાહે તપાસ ચાલી રહી હતી કે મયુર તડવી સાથે કોઈ ગેંગ સંકળાયેલી છે કે કેમ? આ તપાસ કરાઈ એકેડમી ખાતે 4 દિવસોથી ચાલી રહી હતી. જેમાં મયુર તડવીની હિલચાર પર ધ્યાન રાખી અને તેના ડોક્યુમેન્ટ્સની ચકાસણી કરવામાં આવી રહી હતી. ઉપરાંત મયુર તડવીના ભૂતકાળ અને તેના મોબાઈલ નંબરના આધારે તેના ત્રણ મહિનાના રેકર્ડ મેળવી ખાનગી રાહે તપાસ ચાલી રહી હતી.
જે તપાસમાં અત્યાર સુધી મયુર તડવીએ તારીખ 9 જાન્યુઆરી 2023ના રોજ પોલીસ વડાની કચેરી તરફથી ઉમેદવારોને આપેલા પત્ર તેમના ઓળખીતા મેહુલ કરશન રાઠવા કે જે ઉતિર્ણ થયા હતા તેમની પાસેથી મેળવ્યા હોવાનું જાણવા મળ્યું છે. બાદમાં મયુરે આ નિમણૂંક પત્રમાં ક્રમ નંબર 3 ઉપર ઉતિર્ણ થયેલા ઉમેદવાર વિશાલસિંહ તેરસિંહ રાઠવાના નામને કોઈ એપ દ્વારા હટાવી પોતાના નામે ઉમેરો કર્યો હતો અને બનાવટી નિમણૂંક પત્ર કરાઈ એકેડમી ખાતે પ્રવેશ મેળવવા ઉપયોગમાં લીધો હતો તેવું પણ પોલીસને જાણવા મળ્યું છે.
ઉલ્લેખનીય છે કે, એકેડમીની પ્રેસનોટમાં જણાવ્યું છે કે આ ખાનગી તપાસ દરમિયાન તપાસને અવરોધ થાય તે રીતે આ વિગતો જાહેર કરવામાં આવી છે. તેમજ આ માહિતી કરાઈ એકેડમીના કોઈ કર્મચારી મારફતે રાજકીય આશયથી ગુપ્ત ઈન્કવાયરીને અવરોધ થાય અને સરકારની છબી ખરડાઈ તેમ જાહેર કરનારે મેળવી છે. આ માબતે પણ ઈન્કવાયરી ચાલી રહી છે.
આમ કરાઈ એકેડમીના આચાર્યની પ્રેસનોટ પરથી જણાય છે કે, નકલી પી.એસ.આઈ. મામલે કંઈકને કંઈક તો થયું છે અને ગોટાળો પણ છે. પરંતુ હવે આ મામલે વિગતો જાહેર કરનાર અને માહિતી યુવરાજસિંહ સુધી પહોંચાડનાર વિરૂધ્ધ પણ કાયદેસરની કાર્યવાહી થઈ શકે તેમ છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








