Saturday, April 20, 2024
HomeGujaratAhmedabadઅમદાવાદઃ મોંધીદાટ કારની અવર-જવર જોઈ રાજસ્થાનથી માણસો બોલાવી ધાડપાડી

અમદાવાદઃ મોંધીદાટ કારની અવર-જવર જોઈ રાજસ્થાનથી માણસો બોલાવી ધાડપાડી

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ Ahmedabad Crime News: અમદાવાદમાં રીંગરોડ પાસે આવેલા આંબલી ગામ (Ambli Village) રોડ પર ધાડપાડુ ગેંગે લૂંટની (Robber Gang Looted) ઘટનાને અંજામ આપ્યો હતો. સરખેજ પોલીસ સ્ટેશન (Sarkhej Police) વિસ્તારમાં આવેલા આંબલી પાસેની એક ઓફિસમાં ધાડપાડુ ગેંગ ત્રાટકી હતી. જોકે ધાડપાડુઓએ ઓફિસના એક કર્મી પર હુમલો કર્યો હતો અને અન્ય એકને બંધક બનાવી ઓરડીમાં પુરીને એક લાખથી વધુની લૂંટ (Loot) ચલાવી હતી. સમગ્ર બનાવ CCTV ફુટેજમાં કેદ થઈ હતી. જોકે ગણતરીના કલાકમાં સરખેજ પોલીસ દ્વારા ધાડપાડુ ગેંગના 2 લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે.

પ્રાપ્ત વિગત અનુસાર, અમદાવાદના સરખેજ-આંબલી રોડ પર આવેલા રણછોડપુરા પાસે શિવાલીક ગ્રીન બંગલોની સામે આવેલી એક બિલ્ડરની હાઉસ ઓફ આદી નામની ઓફિસમાં ધાડપાડુ ગેંગ ત્રાટકી હતી. ધાડ પાડવા આવેલી ગેંગે ઓફિસના બે કર્મીને માર મારીને બંધક પણ બનાવી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ ઓફિસમાંથી 60 હજાર રૂપિયા રોકડ, ટીવી અને બાઈકની લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા હતા. સમગ્ર બનાવ અંગેની જાણકારી સરખેજ પોલીસને કરવામાં આવતા પોલીસે ગુનો દાખલ કરીને સી.સી.ટી.વી. ફુટેજના આધારે આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી.

- Advertisement -

પોલીસએ અલગ-અલગ ટીમ બનાવીને બનાવ સ્થળના આસપાસના સી.સી.ટી.વી. ફુટેજની તલાસી લેતા આરોપીઓ અંધજન મંડળ, હેલ્મેટ સર્કલ થઇને વાળીનાથ ચોક બસ સ્ટેન્ડ બ્રિજની નીચે ચોરી કરેલું બાઈક મુકીને ફરાર થઈ ગયા હતા. પોલીસ આરોપીને ઝડપી પાડવા માટે બાઈકની આસપાસ વોચ ગોઠવી બેઠા હતા. 36 કલાકના બાદ ગઈકાલ રાત્રે 10 વાગ્યાની આસપાસ એક વ્યક્તિ બાઈક પાસે આવીને તેને ચાલુ કરવાનો પ્રયત્ન કરવા જતાં પોલીસે તેને ઝડપી પાડ્યો હતો.

પકડાયેલા વ્યક્તિની પુછપરછ તેનુ નામ વાસુદેવ મીણા રહે. સાણંદએ તેના મિત્ર રાકેશ મીણા સાંજના સમયે મળ્યો હતો અને આ બાઈકની ચાવી આપીને હેલ્મેટ સર્કલ સુધી બાઈકને લઈ આવવા માટે જણાવ્યુ હતું. પોલીસે વાસુદેવને પોલીસ સ્ટેશન લાવીને વધુ પુછપરછ કરતાં જણાવ્યું હતું કે, રાકેશ નારાયણ મીણા રાજસ્થાન ખાતે અનેક ચોકીના ગુનામાં સંડોવાયેલો છે અને દર એક-બે મહિને ગુજરાતમાં માલારામ મીણા સાથે આવે છે. બંને લોકો સોલા ભંમેમરીયા ખાતે મિત્રની ઓરડીમાં રહે છે. પોલીસે સોલા ખાતેના સ્થળ પર જઈને તપાસ કરતાં હિતેશ મીણા મળી આવ્યો હતો. જેની પુછપરછમાં તેણે ગુનાની કબુલાત કરી હતી. આ ગુનાને અંજામ આપવા માટે કુલ 6 લોકો હતા. જે પૈકી રાકેશ મીણા, લલીત મીણા અને માલારામ મીણા બે દિવસ પહેલા રાજસ્થાનથી અમદાવાદ આવ્યા હતા અને તેના રૂમમાં રોકાયા હતા. ઉપરાંત ઓરડીમાં રહેતો એક કીશોર પણ આ ગુનામાં તેમની સાથે હતો. જે મિત્રના ઘરે ગયો હોથી રૂમમાંથી મળી આવ્યો ન હતો.

પોલીસ તપાસમાં અન્ય એક આરોપી જીતેન્દ્ર ધનજી મીણા અમદાવાદના બોપલમાં રહેતો હોવાનું સામે આવતા પોલીસ તેની પણ ધરપકડ કરી હતી. જીતેન્દ્રની પુછપરછમાં સામે આવ્યું હતું કે, આરોપી લક્ષ્મી હોસ્પિટલમાં નોકરી કરતો અને આંબલી ગામમાં અવાર નવાર આવતો જતો રહેતો. આ દરમિયાન તેને જાણવા મળ્યું કે “હાઉસ ઓફ આદી” નામની બિલ્ડિંગમાં અનેક વખત ખૂબ જ મોંઘી ગાડીઓ પડેલી રહેતી હતી અને ત્યાંથી ખુબ જ રૂપીયા મળી શકે તેમ છે. જેથી આ “હાઉસ ઓફ આદી” બિલ્ડિંગમાં જીતે‌ન્દ્ર ધનજી મીણાએ ધાડ પાડવાનું નક્કી કરી તેણે તેના નજીકના ગામનાં રાકેશ નારાયણ મીણાને વાત કરી હતી. જેથી રાકેશ નારાયણ મીણા તેની સાથે માલારામ ભાલીયા મીણા અને લલીત ઉર્ફે લલ્લુ ધુલીયા મીણાને લઈને આવેલ અને હિતેશ મીણાના રૂમ ઉપર રોકાયેલા જ્યાં હિતેશ અને એક કીશોરને સાથે કામ કરવા આવવા તૈયાર કર્યો હતા. ત્યારબાદ ગત 25ના બપોરના સમયે રાકેશ મીણા અને કીશોર બાઈક લઈને જીતે‌ન્દ્ર મીણા પાસે આવેલા અને જીતે‌ન્દ્ર મીણા નાનો રાકેશ મીણા કીશોરને લઈને “હાઉસ ઓફ આદી” પાસે ગયેલા અને ત્યાં રેકી કરીને પરત આવી ગયેલા. ત્યારબાદ રાત્રે આ બનાવને અંજામ આપીને જીતે‌ન્દ્ર મીણાને પરત બોપલ ગામ તેના ઘરે મુકી આવેલા અને રાકેશ મીણા, લલીલ ઉર્ફે લલ્લુ મીણા, માલારામ મીણા, હિતેશ મીણા, કીશોર પરત સોલા ભમ્મરીયાના છાપરા ખાતે હિતેશ મીણાની ઓરડી ઉપર જતા રહ્યા હતા.

- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular