તોફિક ઘાંચી(નવજીવન ન્યૂઝ. કડી): ભાજપના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના (Nitin Patel) એક નિવેદનથી રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. નીતિન પટેલ જે બોલે છે તેમાં ઘણી વાર વિવાદ થતા હોય છે, તેમણે કડી (Kadi) તાલુકાના ડરણ ગામમાં યોજાયેલા એક કાર્યક્રમમાં રાજકારણના દલાલો ભાજપની (BJP Gujarat) ઓળખાણ આપીને પોતાના કામ ફટાફટ કરાવી લેતા હોવાનું અને કરોડો કમાઇ જતા હોવાનું ચોંકાવનારું નિવેદન આપ્યું છે. તેમણે કોના તરફ ઈશારો કર્યો છે, તેના વિશે હાલ ભારે ચર્ચા થઇ રહી છે.
પ્રાપ્ત જાણકારી મુજબ, મહેસાણાના કડી તાલુકાના ડરણ ગામમાં દામોદર જીવરામ પટેલ નૂતન વિદ્યાલયના અમૃત મહોત્સવ અને નવા મકાનના લોકાર્પણ પ્રસંગમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પહોંચ્યા હતા. જ્યાં તેમણે પોતાના ભાષણમાં કહ્યું હતું કે, જમીન દલાલોની જેમ રાજકારણમાં દલાલો છે. ભાજપનો હોદ્દેદાર, કાર્યકર અને નેતા છું, તેમ કહી આ દલાલો અધિકારીઓ સાથે ઓળખાણ બનાવે છે અને આ જ દલાલો ભાજપની ઓળખાણ આપી તેમનું કામ અધિકારીઓ પાસે ફટાફટ કરાવી લેતા હોય છે.
વઘુમાં તેમણે કહ્યું કે, ભાજપનું નામ દઇને કામ કરાવનારા આ દલાલો હવે કરોડપતિ થઇ ગયા છે. નીતિન પટેલના આ નિવેદનથી પક્ષમાં ખળભળાટ મચી ગયો છે. આખા બોલા ગણાતા નીતિન પટેલ જે બોલે છે તેમાં ઘણી વખત વિવાદો ઊભા થતા હોય છે અને તેમના આ નિવેદનથી ફરી એક વાર રાજકારણ ગરમાયું છે. તેમણે કોના તરફ ઈશારો કર્યો છે તેના વિશે હાલ ભારે ચર્ચા થઇ રહી છે.
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796