નવજીવન ન્યૂઝ. ચંદીગઢઃ હરિયાણામાં રાજ્યસભાની બે સીટો પર થયેલી ચૂંટણીના પરિણામ શનિવારે સવારે સામે આવ્યા છે. લગભગ આઠ કલાક મોડી મતગણતરી શરૂ થયા બાદ ભાજપના ઉમેદવાર કૃષ્ણલાલ પંવાર અને ભાજપ સમર્થિત અપક્ષ ઉમેદવાર કાર્તિકેય શર્માને વિયજી જાહેર કરવામાં આવ્યા હતા. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર અજય માકન 29 મત મેળવીને પણ ચૂંટણી હારી ગયા હતા. ચૂંટણી પરિણામોની જાહેરાત બાદ રાજ્યના મુખ્યમંત્રી અને ભાજપના નેતા મનોહરલાલ ખટ્ટરે ટ્વિટ કરીને રાજ્યસભાના નવા ચૂંટાયેલા સભ્યોને શુભેચ્છા પાઠવી છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “હરિયાણાના રાજ્યસભાના નવા ચૂંટાયેલા સાંસદો કૃષ્ણલાલ પંવાર અને કાર્તિકેય શર્માને મારા હાર્દિક અભિનંદન. ઉમેદવારોની સફળતા એ લોકશાહીની જીત છે. આપણા મહાન રાષ્ટ્રના વિકાસમાં તેમની નવી જવાબદારીઓ માટે હું શુભેચ્છા પાઠવું છું.”
શુક્રવારે થયેલા મતદાનમાં ભાજપના ઉમેદવારને 31 મત, અપક્ષ ઉમેદવારને 28 અને કોંગ્રેસના ઉમેદવારને 29 મત મળ્યા હતા. જોકે મતોનું ગણિત એવું નીકળ્યું કે કાર્તિકેયને વિજયી જાહેર કરવામાં આવ્યા. વાસ્તવમાં હરિયાણાના કુલ 90 ધારાસભ્યોમાંથી એક અપક્ષે મતદાન કર્યું ન હતું અને એક મતને નકારી કાઢ્યો હતો, જેના કારણે 88 મત માન્ય રહ્યા હતા. એટલે કે દરેક ઉમેદવારને જીતવા માટે 29.34 વોટની જરૂર હતી. પંવારને 31 મત મળ્યા હોવાથી, તેમના 1.66 મતો ભાજપ સમર્થિત શર્માના હિસ્સાને મળ્યા હતા કારણ કે કાર્તિકેય બીજા ક્રમાંકિત ઉમેદવાર હતા.
આવી સ્થિતિમાં કાર્તિકેયને 29.66 મત (28 + 1.66) મળ્યા હતા, જેના કારણે તેમનો વિજય થયો હતો. અહીં માકન 29 વોટ પર રહ્યા. શનિવારે સવારે 3.10 વાગ્યે પરિણામ જાહેર કરતા બંને પક્ષોએ ધારાસભ્યો દ્વારા મતદાન કરવામાં નિયમોના ઉલ્લંઘનનો આક્ષેપ કર્યા બાદ શુક્રવારે મોડી રાત્રે ચૂંટણી પંચે આઠ કલાક મોડી મતગણતરી શરૂ કરી હતી. કોંગ્રેસે પણ ચૂંટણી પંચનો સંપર્ક સાધ્યો હતો અને ભાજપ પર મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણીની પ્રક્રિયાને નિષ્ફળ બનાવવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો હતો અને તાત્કાલિક પરિણામો જાહેર કરવાની માંગ કરી હતી.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.









