નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બે અલગ અલગ જગ્યાએ દરોડા પાડીને લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. અમદાવાદના ગ્રામ વિસ્તારમાંથી 10 લાખ રૂપિયાનો વિદેશી દારૂ મળી આવ્યો છે. બીજી બાજુ અમદાવાદના પોશ વિસ્તારમાંથી વિદેશ દારૂ સહિત 1 લાખનો મુદ્દામાલ સ્ટેટ મોનિટરિંગ ટિમે ઝડપી આપ્યો છે. એજન્સી દ્વારા દરોડા કરી લાખો રૂપિયાનો દારૂ ઝડપી લેતા ફરી એકવાર સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઇ છે.

અમદાવાદમાં એક જ દિવસમાં બે અલગ અલગ જગ્યાએ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડા પાડી વિદેશી દારૂના જથ્થાને ઝડપી પાડ્યો છે. અમદાવાદ ગ્રામના ઝાક GIDCમાં રેડ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે રેડ કરી હતી. આ રેડ દરમિયાન ગોડાઉનમાંથી 10 લાખનો દારૂનો મળી આવ્યો હતો. ગોડાઉનમાંથી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે શાંતિલાલ નારણલાલ મીણા, સુરેશ નારણલાલ કલાસવા, સોમા જગદીશ મીણા ધરપકડ કરી છે. જ્યારે સાતને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. સોનું લક્ષ્મણસિંહ રાજપૂત, રાજેન્દ્રસિંહ પારસનાથ રાજપૂત, પંચી, અજય, રવિન્દ્ર, મુજતાફ હુસૈનને વોન્ટેડ જાહેર કર્યા છે. ગોડાઉનમાંથી પકડાયેલો દારૂનો જથ્થો સાત બુટલેગરોનો હોવાનું સામે આવ્યું છે. કણભા પો.સ્ટેની હદમાં દારૂનો જથ્થો ઝડપાતા પોલીસબેડામાં ચકચાર મચી છે.

બીજી બાજુ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે અમદાવાદના પોશ વિસ્તાર સિંધુભવન રોડ પરથી બાતમીના આધારે એક રિક્ષામાંથી વિદેશ દારૂનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે. પોલીસથી બચવા માટે રિક્ષામાં ચોરખાનું બનાવમાં આવ્યું હતું અને તેમાં દારૂનો જથ્થો સંતાડીને લઈ જવામાં આવ્યો હતો. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે રિક્ષા ચાલક કેવલ પરમારને વિદેશી દારૂના જથ્થા સાથે કુલ 1 લાખના મુદ્દામાલ પકડી પાડવામાં આવ્યો હતો. કેવલ પરમારની પૂછપરછમાં સામે આવ્યું હતું કે, તે સિંધુભવન રોડ ઉપર હાઇપ્રોફાઇલ લોકોને દારૂનો સપ્લાઈ કરતો હતો.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











