Wednesday, October 28, 2026
HomeGeneralCCTV: પક્ષીને બચાવવામાં કારે પુત્રને ફંગોળી નાખ્યો છતાં પિતાએ કહ્યું ફરિયાદ નથી...

CCTV: પક્ષીને બચાવવામાં કારે પુત્રને ફંગોળી નાખ્યો છતાં પિતાએ કહ્યું ફરિયાદ નથી કરવી, માફ કરવા છે, બેના મોત

- Advertisement -

નવજીવન ન્યૂઝ. મુંબઈઃ મુંબઈના બાંદ્રા-વરલી સી લિંક પર 30 મેના રોજ એક પક્ષીને બચાવવા માટે કારમાંથી નીચે ઉતરેલા 43 વર્ષીય વેપારીને ટેક્સીએ ટક્કર મારી હતી. બાંદ્રા વરલી સી લિંક પર થયેલા અકસ્માતને લગતા સીસીટીવી ફૂટેજ આજે સવારે સામે આવ્યા છે. આ અક્સમાતમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત થયું હતું જ્યારે તેના ડ્રાઈવર શ્યામ સુંદર કામતનું સારવાર દરમિયાન મોત થયું હતું.



પોલીસે શુક્રવારે જણાવ્યું હતું કે, બાંદ્રા-વરલી સી-લિંક પર ઘાયલ પક્ષીને બચાવવા માટે તેમની કારમાંથી નીચે ઉતરેલા 43 વર્ષીય વેપારી અને તેમના ડ્રાઇવરનું 30 મેના રોજ ટેક્સીની ટક્કરથી મૃત્યુ થયું હતું. અકસ્માતના સીસીટીવી ફૂટેજ સવારથી જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફરતા હતા. મૃતક નેપન્સિયા રોડના રહેવાસી છે. વેપારી અમર મનીષ જરીવાલા મલાડ તરફ જઈ રહ્યા હતા તે દરમિયાન અક્સમાતનો બનાવ બન્યો હતો.

“બાંદ્રા વર્લી સી લિંક પર માર્ગ પર એક પક્ષી તેમની કાર સાથે અથડાયું હતું, જેના પગલે જરીવાલા ઘાયલ પક્ષીને બચાવવા માટે નીચે ઉતર્યા હતા. એક ઝડપમાં આવી રહેલી ટેક્સીએ જરીવાલા અને તેના ડ્રાઇવર શ્યામ સુંદર કામતને ટક્કર મારી હતી. જરીવાલા ઈજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પીટલ લઈ જવામાં આવ્યા હતા,જ્યાં તેમને ડૉક્ટરોએ મૃત જાહેર કર્યા હતા. અક્સમાત અંગે ટેક્સી ડ્રાઈવર રવિન્દ્ર કુમાર જયસ્વાર વિરુદ્ધ બેદરકારી અને બેદરકારીથી ડ્રાઇવિંગ માટે કેસ નોંધવામાં આવ્યો હતો અને તેની ધરપકડ કરવામાં આવી છે.



મૃતક વેપારીના પિતા મનીષ જરીવાલાએ પોલીસને જણાવ્યું કે તેમના પુત્રને જીવો પ્રત્યે ખૂબ જ દયા હતી અને તે હંમેશા પક્ષીઓ અને પ્રાણીઓની મદદ કરતો હતો. તેણે પોલીસને એમ પણ કહ્યું કે તે ડ્રાઈવર સામે કોઈ કાર્યવાહી કરવા ઈચ્છતો નથી કારણ કે તે ઈચ્છતો નથી કે તેને કોઈ તકલીફ પડે. જો કે, વરલી પોલીસ સ્ટેશનના વરિષ્ઠ નિરીક્ષક અનિલ કોલીએ જણાવ્યું હતું. કે તેઓ ડ્રાઇવર સામે દાખલ કરાયેલ ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ (FIR) પાછી ખેંચશે નહીં. “ટેક્સી ડ્રાઇવરે એવી રીતે વાહન ચલાવવાની જરૂર છે કે વાહન સંપૂર્ણ નિયંત્રણમાં હોય. પીડિત પરિવાર કદાચ ડ્રાઈવર વિરુદ્ધ કાર્યવાહી ન ઈચ્છે પરંતુ અમે યોગ્ય કાર્યવાહી કરીશું. અમે કેસ પાછો નહીં લઈએ. અમે તેની ચાર્જશીટ કરીશું,”

- Advertisement -




સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

- Advertisement -

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

- Advertisement -

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular