Monday, August 17, 2026
HomeNationalરાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના ચરણ સ્પર્શ કરવા જતાં કાર્યવાહી થઈ, સુરક્ષામાં ખામી ગણાવી...

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના ચરણ સ્પર્શ કરવા જતાં કાર્યવાહી થઈ, સુરક્ષામાં ખામી ગણાવી મહિલાને સસ્પેન્ડ કરાઈ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. જયપુરઃ રાજસ્થાનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ (President Of India)ના આગમન દરમિયાન એક મહિલા જુનિયર એન્જિનિયરે પગે લાગતા તેની સામે કાર્યવાહી કરવામાં આવી છે. રાજસ્થાન સરકારે(Rajasthan Government) રાષ્ટ્રપતિની સુરક્ષામાં ખામીને લઈને કાર્યવાહી કરી છે. આ બનાવના એક અઠવાડિયા બાદ કાર્યવાહી કરવામાં આવી છે. સરકારે(Govt Of Rajasthan) જાહેર આરોગ્ય એન્જિનિયરિંગ વિભાગ (PHED) ના એક જુનિયર એન્જિનિયરને સસ્પેન્ડ કરી છે. 12 જાન્યુઆરીએ મહિલા જુનિયર એન્જિનિયરને સસ્પેન્ડ કરવાનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની સુરક્ષામાં ખામીનો મામલો 4 જાન્યુઆરીનો છે. આ દિવસે રાષ્ટ્રપતિ રાજ્યના પાલી જિલ્લાના નિમ્બલી બ્રાહ્મણ ગામમાં આયોજિત જાંબોરીના ઉદ્ઘાટન માટે આવ્યા હતા. આ દરમિયાન પ્રોટોકોલ તોડીને એક મહિલા જુનિયર એન્જિનિયરે હેલિપેડ પર રાષ્ટ્રપતિના ચરણ સ્પર્શ કર્યા. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ બનાવને રાષ્ટ્રપતિની સુરક્ષામાં ક્ષતિ ગણાવી અને આ અંગે રિપોર્ટ મંગાવ્યો.

- Advertisement -

અંબા સિઓલ પબ્લિક હેલ્થ એન્જિનિયરિંગ વિભાગ રોહતના જુનિયર એન્જિનિયરે ત્રણ સ્તરીય સુરક્ષા કોર્ડન તોડીને રાષ્ટ્રપતિના ચરણ સ્પર્શ કર્યા. જે બાદ તેને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન પણ લઈ જવામાં આવી હતી. જોકે પોલીસે તેની પૂછપરછ કરીને તેને છોડી મૂકવામાં આવી હતી. આ બનાવ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો અને સમગ્ર મામલો સામે આવ્યો. ગૃહ મંત્રાલયે આ સંબંધમાં 3 IPS અધિકારીઓને નોટિસ પાઠવીને ઘટનાની વિગતવાર માહિતી માંગી હતી. જુનિયર એન્જિનિયર અંબા સિઓલની આ બેદરકારી પર સરકારે કાર્યવાહી કરીને તેમને સસ્પેન્ડ કરી દીધા છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular