Saturday, April 18, 2026
HomeGujaratAhmedabadઅમદાવાદઃ ભાઈ-બહેને વેપારીને ફસાવ્યો હનીટ્રેપમાં, પત્નીએ આપધાતનો પ્રયાસ કરતા મામલો આવ્યો સામે

અમદાવાદઃ ભાઈ-બહેને વેપારીને ફસાવ્યો હનીટ્રેપમાં, પત્નીએ આપધાતનો પ્રયાસ કરતા મામલો આવ્યો સામે

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ Ahmedabad Crime News: ગુજરાતમાં છાસવારે હનીટ્રેપના (Honeytrap) કિસ્સાઓ સામે આવી રહ્યા છે. અજાણ્યા લોકો સાથે મિત્રતા કરવાની લાલસામાં લાખો રૂપિયા ગુમાવવાનો વારો આવતો હોય છે. ત્યારે આ પ્રકારનો કિસ્સો અમદાવાદના (Ahmedabad) વટવામાં સામે આવ્યો છે. જ્યાં કારખાનાના માલિકને (Businessman) તેમના જ કારખાનામાં નોકરી કરતી એક મહિલાએ હનીટ્રેપમાં ફસાવીને દુષ્કર્મના કેસમાં ફરિયાદ કરવાની ધમકી આપીને લાખો રૂપિયા પડાવ્યા હતા. જ્યારે આ કારખાનાના માલિકની પત્નીએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો ત્યારે આ સમગ્ર મામલો બહાર આવ્યો હતો.

પ્રાપ્ત વિગત અનુસાર, અમદાવાદમાં વટવા વિસ્તારના જીઆઈડીસીમાં અવધકિશોર નામના વ્યક્તિ કારખાનું ચવાલે છે. આ કારખાનામાં વર્ષ 2015થી 2020 દરમિયાન એક મહિલાએ પાચ વર્ષ સુધી નોકરી કરી હતી. આ દરમિયાન મહિલાએ માલિક સાથે મિત્રતા કેળવી હતી. મિત્રતા થતાં જ યુવતી અને તેનો ભાઈ અવારનવાર કારખાના પર જઈને ઉપાડના નામે રૂપિયા લઈ જતાં હતા. મહિલા અને તેનો ભાઈ ઉપાડના નામે વધારે રૂપિયા લઈ જતાં પાછા જમા કરાવવાનું કહ્યું હતું.

- Advertisement -

રૂપિયા પાછા જમાવવાનું કહેતા જ મહિલા અને તેના ભાઈએ ધમકી આપી હતી કે, તમે મહિલા સાથે મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાધ્યો છે, બળાત્કાર કેસમાં ફસાવી દઈશ, આજીવન જેલમાં નંખાવી દેવાની ધમકી આપી હતી. આમ ભાઈ-બહેને કારખાનાના માલિકને ધમકી આપીને 45 લાખ રૂપિયા પડાવી લીધા હતા. થોડા સમય પહેલા કારખાનાના માલિકે મહિલા અને તેના ભાઈનો ફોન ઉપાડવાનો બંધ કરી રૂપિયા આપવાનું બંધ કરી દીધું હતું, ત્યાર બાદ આ ભાઈ-બહેને કારખાનાના માલિક સામે મહિલા પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી અને તે અરજીની રીસીવ કોપી બતાવીને કારખાનાના માલિકને ધમકી આપતા હતા.

ભાઈ-બહેને પોલીસ સ્ટેશનમાં કરેલી અરજીની કોપી બતાવીને કારખાનાના માલિક પાસેથી રૂપિયા 10 લાખ પડાવી લીધા હતા. ભાઈ-બહેન અવારનવાર ફોન કરીને રૂપિયાની માગણી કરતાં કંટાળીને વેપારીની પત્નીએ ગળેફાંસા ખાઈને આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો. કારખાનાના માલિકની પત્નીની પોલીસે પુછપરછ કરતાં પતિ હનીટ્રેપમાં ફસાયો હોવાનો ખુલાસો થયો હતો. પત્નીએ ભાઈ-બહેન સામે વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે મહિલાની ધરપકડ કરી હતી. જ્યારે તેનો ભાઈ સન્ની ફરાર હોવાથી તેની શોધખોળ શરૂ કરી છે.

TAG: Ahmedabad Crime News, Honey Trapping in Ahmedabad

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular