નવજીવન ન્યૂઝ. મુંબઈ: Mumbai News: આજના ડિજિટલ યુગમાં હવે સાઇબર ક્રાઇમની (Cyber Crime) ઘટનાઓમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. સાઇબર ક્રાઇમ કરતાં આરોપીઓ અવનવા કીમિયા અજમાવીને લોકોને ઠગતા હોય છે. ત્યારે આવો જ એક સાઇબર ફ્રોડનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં ગઠિયાઓએ ઓનલાઈન જોબ ઓફર કરીને એક યુવક પાસેથી 6 આખ રૂપિયાની ઠગાઇ (Fraud) કરી લીધી છે. હાલ પોલીસે આ ઘટનાને લઈને ફરિયાદ કરીને આરોપીને પકડવા માટે તપાસ શરૂ કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, પ્રાઈવેટ સેક્ટરના બેંકમાં કામ કરતા 38 વર્ષિય યુવાનને થોડા દિવસ પહેલા એક અજાણ્યા નંબરથી બે લોકોનો ફોન આવ્યો હતો. જેમાં તે 2 અજાણ્યા વ્યક્તિએ યુવાનને ફાઈનાન્શિયલ ઈન્સ્ટીટ્યૂટમાં નોકરી આપવાની ઓફર કરી હતી. જેને લઈને થોડી પ્રોસેસ ફોલો કરવા જણાવ્યું હતું. વધારે પગારની નોકરી મેળવવાની લાલસામાં તે યુવાન ગઠિયાની જાળમાં ફસાઈ ગયો અને નોકરી માટે હા કહી દીધી. જે બાદ પ્રોસેસના બહાને તે ગઠિયાએ આ યુવાન પાસે 100 રૂપિયા બેંક એકાઉન્ટથી ટ્રાન્સફર કરાવડાવ્યા હતા અને બેન્ક ડિટેઈલ્સ મળતા જ એક ઝાટકે ગઠિયાઓએ યુવાનના બેંક એકાઉન્ટને ખાલી કરી દીધું હતું.
પોતાના ખાતામાંથી 5.46 લાખ રૂપિયાની મોટી રકમનું અનઓથોરાઈઝ્ડ ટ્રાન્ઝેક્શન થયું હોવાની જાણ થતા પીડિતને ખ્યાલ આવ્યો કે, તે ઓનલાઈન ફ્રોડનો શિકાર થયો છે. જેથી પીડિતે આ સમગ્ર ઘટનાની આપવીતી પોલીસને જણાવતા પોલીસે FIR નોંધીને ઓનલાઈન ફ્રોડ કરનાર ગઠિયાની તપાસ શરૂ કરી દીધી છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796