Thursday, April 16, 2026
HomeNationalતેલંગાણા હાઇકોર્ટના આદેશ પર સુપ્રીમ કોર્ટે લગાવી રોક, Pavan Khera ને આસામની...

તેલંગાણા હાઇકોર્ટના આદેશ પર સુપ્રીમ કોર્ટે લગાવી રોક, Pavan Khera ને આસામની કોર્ટ સુધી લાંબા થવું પડશે

- Advertisement -

નવજીવન ન્યૂઝ, નવી દિલ્હી : કૉંગેસના વરિષ્ઠ નેતા પવન ખેડા (Pawan Khera) ના મામલામાં સુપ્રીમ કોર્ટે આજે તેલંગાણા હાઇકોર્ટના આદેશ પર રોક લગાવી દીધી છે. જેના કારણે પવન ખેડાની મુશ્કેલીઓમાં વધારો થયો છે. ખેડાને એક સપ્તાહ માટે તેલંગાણા હાઇકોર્ટે (Telangana High Court) ટ્રાન્ઝિટ આગોતરા જામીન આપ્યા હતા. સુપ્રીમ કોર્ટના આદેશ (Supreme Court Order) બાદ હવે તેમને આસામની સંબંધિત કોર્ટમાં જવું પડશે.

અસામમાં નોંધાયેલી પોલીસ ફરિયાદ (FIR) ના સંદર્ભમાં સુપ્રીમ કોર્ટે મહત્વની ટિપ્પણી કરી છે. કોર્ટે પવન ખેડાને નોટિસ પાઠવી છે અને ત્રણ અઠવાડિયામાં જવાબ માગ્યો છે. આ સાથે તેલંગાણા હાઈકોર્ટે આપેલી રાહતને સુપ્રીમ કોર્ટે અટકાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે જો પવન ખેડા આગોતરા જામીન મેળવવા માગતા હોય, તો તેમણે આસામની સંબંધિત અદાલતનો જ સંપર્ક કરવો પડશે.

- Advertisement -

પવન ખેડા સામે આસામમાં નોંધાયેલી FIR મુજબ, તેમના પર છેતરપિંડી (Cheating) અને બનાવટી દસ્તાવેજોના ઉપયોગ (Forgery) જેવા ગંભીર ગુનાઓનો આરોપ છે. આસામ પોલીસના જણાવ્યા અનુસાર, ખેડાએ અસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમા (Himanta Biswa Sarma) ના પત્ની રિનીકી ભુયાન પાસે ત્રણ દેશોના (UAE, ઇજિપ્ત અને એન્ટિગુઆ-બાર્બુડા) પાસપોર્ટ અને વિદેશમાં અપ્રમાણસર મિલકતો હોવાના ખોટા અને અપમાનજનક આક્ષેપો કર્યા હતા.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular